For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

10 લાખ લોકો માત્ર 100- 100 રૂપિયા આપે તો પણ બાળકને નવી જિંદગી મળવાની આશા

11:46 AM Apr 18, 2025 IST | Bhumika
10 લાખ લોકો માત્ર 100  100 રૂપિયા આપે તો પણ બાળકને નવી જિંદગી મળવાની આશા

Advertisement

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ગામ નો વિવાન હિતેશભાઈ ચાવડા જે 3 મહિનાનો છે જે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી જખઅ િુાંય -1 નામની બીમારી સામે લડી રહ્યો છે આ બીમારી ખૂબ જ રેર હોય છે લાખો કરોડો બાળકોએ આ બીમારી એકને જોવા મળતી હોય છે આ બીમારી જન્મજાત હોય છે આ બીમારીમાં ડોક્ટરના કહેવા પ્રમાણે બાળકનું આયુષ્ય 10 થી 12 મહિનાનું હોય છે.

પરંતુ જો આ બાળકને જીન થેરાપી આપવામાં આવે તો આ બાળક બચી શકે પરંતુ આ જીન થેરાપી ખૂબ જ ખર્ચાળ હોય છે જે આશરે 16 કરોડ રૂૂપિયામાં આવે છે અને અમેરિકાથી મંગાવવાનું હોય છે અગાઉ ગુજરાતમાં બે બાળકોએ આ જીન થેરાપી લીધેલી છે અને હાલ આ બાળકો તંદુરસ્ત જીવન જીવે છે જે થેરાપી અમદાવાદની RICN હોસ્પિટલમાં ડોક્ટર સિદ્ધાર્થતા તેમજ તેમની ટીમ દ્વારા આપવામાં આવેલ હતી હાલ આ ત્રણ માસના વિવાદની સારવાર પણ RICN હોસ્પિટલમાં જ ચાલે છે.બાળકના વાલીના જણાવ્યા મુજબ આ બીમારીમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ યોજના હાલ નથી જેથી આ બાળકને બચાવવા માટે તેમના માતા પિતા ક્રાઉડ ફંડ એટલે કે લોકોની મદદથી પૈસા ભેગા કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના દ્વારા ઇમ્પેક ગુરુ નામની એક ક્રાઉડ ફંડિંગ કંપનીમાં એકાઉન્ટ પૈસા ભેગા કરી રહ્યા છે તેમાં જેટલું પણ ભેગું થાય તે આ બાળક પાસે ખર્ચ કરવામાં આવશે કદાચ કોઈ કિસ્સામાં જેના માટે ફાળો ભેગ કરતા હોય તે બાળકનું અસ્તિત્વ ન રહે તો ભેગુ થયેલ પણ અન્ય જરૂૂરિયાતમંદ દર્દી માટે ઉપયોગ કરી શકે તેવી સિસ્ટમ છે.ફૂલ નહી તો ફૂલની પાંખડી અહીં આપેલ ચછ કોડ મા આપી માનવતાનું ઉદાહરણ આપી આ ફૂલ જેવા દીકરા બીવાને નવી જિંદગી આપીએ.

Advertisement

ભારત દેશની વસ્તી 140 કરોડ ગુજરાતની વસ્તી 8 કરોડ જો ખાલી 10 લાખ લોકો 100 રૂૂપિયાનું દાન આપે તો પણ આ બાળકને બચાવી શકે અને જો કોઈ 500 કે તેથી વધુ દાન આપે તો કદાચ 2 કે 5 લાખ દાતાઓ થી મળી આ બાળક બચી શકે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 990412813 નો સંપર્ક કરો.

Advertisement
Tags :
Advertisement
Advertisement