ગધેથડ આશ્રમે પણ રૂપાલાએ માથું ટેકવી કહ્યું, ‘મારા તરફથી વિષય પૂરો થયો’
- હું સમાજને સમજાવવા પ્રયાસ કરીશ : લાલબાપુ
રાજકોટમાં એક નિવેદનથી શરૂૂ થયેલા વિવાદ પર પરશોત્તમ રૂૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે. વાલ્મિકી સમાજના સંમેલનમાં પોતાના નિવેદનથી થયેલા વિવાદ બાદ રૂૂપાલાએ ગોંડલમાં જયરાજસિંહ જાડેજા દ્વારા આયોજિત ક્ષત્રિય- રજપૂત સમાજની બેઠકમાં હાજરી આપી હતી અને ક્ષત્રિય સમાજની ફરી એકવાર માફી માગી હતી. જે પછી મોડીરાત્રે ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળ્યા હતા અને લાલબાપુના આશીર્વાદ મેળવ્યા હતા.લાલ બાપુ સાથે મુલાકાત બાદ રૂૂપાલાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે, સર્વ લોકોનું હિત થાય તે પ્રમાણે કાર્ય કરીશું. જે બન્યુ તે દુર્ભાગ્યપૂર્ણ છે. હજી પણ નારાજ લોકોને સમજાવવા પ્રયાસ કરીશું. આ વિષય મારા તરફથી પૂરો થયો છે. આશ્રમ સર્વ લોકો માટે છે અને આશ્રમ સર્વ સમાજ માટે કાર્ય કરે છે.લાલ બાપુએ પણ રૂૂપાલાની હાજરીમાં જણાવ્યુ હતુ કે હું સમાજને મારી રીતે સમજાવવાનો પુરતો પ્રયાસ કરીશ. એના માટે અમે મહેનત કરશુ અને સમાજ સમજે તેવી અમારી ભાવના અને લાગણી છે. સમાજની ગરીમા એ પણ સમજે અને હું સમજુ એ પ્રમાણેનો વચ્ચેનો રસ્તો કાઢીને સમાજને મારી રીતે હું સમજાવીશ અને બધાનું સારુ થાય એવુ કરીશુ.