વર્લ્ડમાં મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દોડશે: વડાપ્રધાન
હાંસલપુરમાં મારૂતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન: જાપાન સહિત વિશ્ર્વના 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે, સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર દોડશે
પીએમ નરેન્દ્ર મોદી હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કારMaruti e Vitaraને લોન્ચિગ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. 1:00 વાગ્યાની આસપાસ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલો મીટર ચાલશે. ઓટો મોબાઈલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે. આ કાર્યક્રમ બાદ પીએમ તેમની બે દિવસની ગુજરાત મુલાકાત પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા છે.
વડાપ્રધાને જણાવ્યું હતુ કે,હવે દુનિયામાં મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દોડતી જોવા મળશે.જાપાન દ્વારા બનેલી ચીજો પણ સ્વદેશી છે. પૈસા કોના લાગે છે મારે કોઈ લેવા દેવા નથી, ડોલર, પાઉન્ડ, કરન્સી કાળી હોય કે ગોરી પણ પ્રોડક્શનમાં પરસેવો મારા દેશવાસીઓનો હોય, પૈસા ગમે તેના પરસેવો અમારો. પ્રોડક્શનમાં મારા દેશની માટીની મહેક હશે. આ ભાવ સાથે તમે મારી સાથે ચાલો, 2047માં એવું હિન્દુસ્તાન બનાવીશું તમારી આવનારી પેઢીઓ ગર્વ કરશે. આત્મનિર્ભરના મંત્ર, સ્વદેશના માર્ગ માટે દેશવાસીઓને આમંત્રણ આપું છું. વિક્સિત ભારત બનાવીને રહીશું.
ભારતની સક્સેસ સ્ટોરીના બીજ 2012માં હું મુખ્યમંત્રી હતો ત્યારે વવાયા હતા. મારૂૂતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. તે સમયે પણ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું જ વિઝન હતું. ભારતને લઈને ગ્લોબલ કંપનીઓના ભરોસાને પણ પ્રસ્તુત કરે છે. એક રીતે મારુતિ સુઝુકી જેવી કંપનીઓ મેક ઈન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે. સતત 4 વર્ષથી મારુતિ સુઝુકી ભારતની સૌથી મોટી કાર એક્સપોર્ટર છે. આજથી ઇવી એક્સપોર્ટને પણ એ જ સ્કેલ પર લઈ જવાની શરૂૂઆત થઈ રહી છે. દુનિયાના ડઝનો દેશમાં જે ઇવી દોડશે તેના પર લખ્યું હશે મેડ ઈન ઇન્ડિયા. એક સમયેભારતમાં બેટરીની આયાત કરવી પડતી હતી. ઈવી નિર્માણ માટે ભારત બેટરીનું નિર્માણ કરે એટલે એ અમારું વિઝન હતું, એટલે 2017માં અમે TDSG(લિથિયમ આયન બેટરી ગુજરાત પ્રા.લિ.) બેટરી નિર્માણનો પાયો નાંખ્યો હતો. જેમાં ત્રણ કંપની મળીને બેટરીનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરશે. જેનાથી ઇવીના વેપારમાં ખૂબ તેજી આવશે.
થોડા વર્ષ પહેલાં ઇવીને માત્ર એક નવા વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો. પરંતુ મારું માનવું છે કે, ઇવી અનેક સમસ્યાનું નક્કર સમાધાન છે. મેં ગત વર્ષે સિંગાપોરમાં કહ્યું હતું કે, જૂની ગાડીઓ અને એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઇવીમાં બદલી શકીએ છીએ, મારૂૂતિ સુઝુકીએ આ પડકારને સ્વીકારી લીધો, માત્ર 6 મહિનામાં વર્કિંગ પ્રોટોટાઇપ તૈયાર કરી દીધો. મેં તે હાઇબ્રિડ એમ્બ્યુલન્સનો વર્કિંગ પ્રોટોટાઈપ જોયો છે. આ 11000 કરોડની યોજનામાં ઈ એમ્બ્યુલન્સ માટે પણ બજેટ નિર્ધારિત કર્યું છે. હાઇબ્રિડ ઇવીથી પ્રદૂષણ ઘટશે અને જૂના વાહનોને ટ્રાન્સફોર્મ કરી શકાશે.
ગુજરાતથી જ બન્ને દેશના મજબૂત સંબંધો શરૂ થયા હતા
આગામી સપ્તાહે હું જાપાન જઈ રહ્યો છું. ભારત-જાપાન સંબંધના મૂળિયા ખૂબ જ મજબૂત છે. અમે એક બીજાની પ્રગતિમાં પોતાની પ્રગતિ જોઇએ છીએ. સંબંધનો આ પ્રવાસ બુલેટ ટ્રેનની ગતિ સુધી પહોંચી ગઈ છે. ભારત-જાપાનની પાર્ટનરશિપની મોટી પહેલ ગુજરાતથી જ થઈ હતી. મને યાદ છે, 20 વર્ષ પહેલાં વાઇબ્રન્ટ સમિટ શરૂૂ કરી હતી, ત્યારે જાપાન પ્રમુખ સહયોગી હતું. ભારત-જાપાનનો સંબંધ માત્ર ડિપ્લોમેટિક જ નહીં તેનાથી પણ ઘણો વધારે છે. 2003ની વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રાને યાદ કરું છું. અમારા પ્રયાસોથી ભારત-જાપાન વચ્ચે પીપલ ટુ પીપલ કનેક્ટ ખૂબ વધી રહ્યું છે. આપણે આ જ રીતે આગામી સમયમાં તમામ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આગળ વધાવનું છે. મને વિશ્વાસ છે આજના આ પ્રયાસો 2047ના વિક્સિત ભારતની ઇમારતને નવી ઉંચાઈઓ આપશે. જાપાન આ લક્ષ્ય પ્રાપ્તિમાં વિશ્વાસપાત્ર ભાગીદાર બની રહેશે. જાપાન અને ભારત વચ્ચે મેડ ફોર ઇચ અધરના સંબંધો છે. આત્મનિર્ભર ભારતના પ્રયાસોને આગળ વધારીએ, સ્વદેશી જીવન મંત્ર બનવો જોઇએ. ગર્વથી સ્વદેશી તરફ ચાલી નીકળો.