રોગચાળો બેકાબૂ : ટાઈફોઈડ, ડેન્ગ્યુના 9 કેસ
આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરી દરમિયાન શરદી-ઉધરસ 1032, તાવ 838, ઝાડા-ઊલટીના 186 કેસ સામે આવ્યા
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન રોગચાળાના આંકડાઓ બહાર આવ્યા છે જેમાં હજુ પણ રોગચાળો બેકાબુ હોવાનું જણાવાયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ટાઈફોડ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે. તેમજ શરદી, ઉધરસ, તાવ અને ઝાડા ઉલ્ટીના કેસનો આંકડો યથાવત રહેતા ચેકીંગ કામગીરી હાથ ધરી મચ્છર ઉત્પતિ સબબ 381 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 449 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 250 અને કોર્મશીયલ 131 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010 નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.