For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસ

04:28 PM Nov 25, 2024 IST | Bhumika
રોગચાળો બેકાબૂ  ડેન્ગ્યુ તાવના નવા 1043 કેસ
Advertisement

મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી મચ્છર ઉત્પત્તિ સબબ 587 આસામીઓને નોટિસ અને રૂા. 6150નો દંડ ફટકાર્યો

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. છતાં મચ્છરજન્ય રોગચાળો વિરામ ન લેતા એક સપ્તાહમાં ડેંગ્યુ 11, મેલેરિયા 2, ચિકનગુનિયા 1, ટાઈફોડ 1 અને તાવ સહિતના નવા 1043 કેસ નોંધાયા છે. જ્યારે જાડા-ઉલ્ટીના 186 શરદી-ઉધરસના 1227 નવા દર્દીઓ નોંધાતા મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર કામગીરી વધુ સઘન બનાવી રહેણાક અને કોમર્શીયલમાં મચ્છર ઉત્પતિ સબબ 587 આસામીઓને નોટિસ સાથે રૂા. 6150નો દંડ ફટકાર્યો હતો.

Advertisement

ડેન્યુ બ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 457 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 451 અને કોર્મશીયલ 138 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.6,150/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement