સચિવાલયમાં એન્ટ્રીનો પ્રતિબંધ પૂરો, ઇટાલિયાની ધારાસભ્ય તરીકે શપથ વિધિ
ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. આ બંને ધારાસભ્યો બુધવારે (16 જુલાઈ) શપથવિધિ આજે નક્કી કરાઇ હતી. ગોપાલ ઇટાલિયા આજે 11 વાગ્યે સમર્થકોની ઉપસ્થિતિમાં શપથ લીધા હતા.વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ યોજાઇ હતી.
ઉલ્લેખનિય છે કે, ગોપાલ ઈટાલિયાએ આજે માનભેર સચિવાલયમાં કર્યો હતો, ગોપાલ ઈટાલિયા પર અત્યાર સુધી સચિવાલયમાં પ્રવેશબંધી હતી. તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકતા તેમની સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંઘ હતો. પરંતુ આજે ધારાસભ્ય તરીકે સચિવાલયમાં પ્રવેશ કર્યો હતો.
શપથ લીધા બાદ ગોપલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ રૂૂબરૂૂ થતાં ગુજરાતના રાજકારણમાં આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આ ગુજરાતના રાજકારણ અને ગુજરાતના ઇતિહાસ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે આ ક્ષણે કેશુભાઇ પટેલને પણ યાદ કર્યાં હતા. ઉલ્લેખનિય છે કે, 19 જૂને કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાઇ હતી. વિસાવરદથી આપના નેતા ગોપાલ ઇટાલિયાનો અને કડીથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા.રાજેન્દ્ર ચાવડાએ પણ બપોરે 12.30 વાગ્યે ધારાભ્ય પદે શપથ લીધા હતા.