ખાણ ખનિજ કચેરીનો આખો સ્ટાફ લાંચ કેસમાં આરોપી
વડોદરામાં એસીબીનું સૌથી મોટું ઓપરેશન સિ. ક્લાર્ક બે લાખ લેતા ઝડપાયો, મદદનીશ ભૂશાસ્ત્રી, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ ફરાર
વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં 2 લાખની લાંચ લેતા બે અધિકારીને એસીબીએ ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીના 4 અધિકારી આરોપી બન્યા છે. બે લાખની લાંચના કેસમાં આખી ઓફિસનો સ્ટાફ આરોપી બન્યો હતો. રેતીના સ્ટોક કરવા કરેલી ઓનલાઇન અરજી મંજૂર કરવા માટે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ લાંચ માંગી હતી.
આ કામના ફરીયાદીએ ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે ખાણખનીજ વિભાગના સિ. ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતાં. અને જે બાબતે કચેરીના આઠમા માળે વાતચીત બાદ અરજી મંજુર કરવા માટે ખાણખનીજ વિભાગના સ્ટાફને વ્યવહાર પેટે રૂા. 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે બાબતે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા વડોદરા એસીબીના મદદનીશ નિયામક પીએચ ભેસાણિયાના સુપરવિઝન હેઠળ રાજપીપળાના પીઆઈ ડી.ડી. વસાવાની ટીમે લાંચનું છટકુ ગોઠવ્યું હતું અને વડોદરા પ્રેમવતી રેસ્ટોરન્ટ પાસે લાંચ લેવા આવેલા સીનીયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને ઝડપી લેવામાં આવ્યો હતો.
જ્યારે આ લાંચ કેસમાં ખાણ ખનીજ વિભાગની ગચેરીનો આખો સ્ટાફ આરોપી બન્યો હતો. જેમાં તપાસ દરમિયાન યુવરાજસિંહની પુછપરછ અને ફરિયાદીએ આપીલી માહિતીના આધારે ખાણખનીજ વિભાગના મદદનીશ ભુસ્તર શાસ્ત્રી આણંદ વર્ગ-2, રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી આટી એક્ઝીક્યુટીવ વર્ગ-3 વડોદરાના કિરણભાઈ કાંતીભાઈ પરમાર અને રોયલટી ઈન્સ્પેક્ટર સંકેત પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ મામલે એસીબીએ બે અધિકારીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.