સમગ્ર ગુજરાત તરબતર, સવારથી અનેક સ્થળે અવિરત વર્ષા
ઉત્તર ગુજરાતને ધમરોળી નાંખતાં મેઘરાજા, સુઇગામમાં 16.5 ઇંચ, ભાભરમાં 13, વાવમાં 12.56, રાપરમાં 12.50, થરાદમાં 11.73 ઇંચ વરસાદ ખાબકયો
53 તાલુકામાં બે ઇંચથી વધુ પાણી પડયું, સવાર સુધીમાં 222 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, નદી-નાળા છલોછલ
રાજ્યમાં મેઘકહેરની સ્થિતિ જોવા મળી રહી છે. મજબૂત વરસાદી સિસ્ટમ ડીપ ડીપ્રેશન બનતાં ભુક્કા બોલાવતો વરસાદ ખાબક્યો છે. જ્યાં આજે સોમવારે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યાં સૌથી વધુ બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ચાર જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે. જ્યાં સૌથી વધુ બનાસકાંઠાના સૂઈ ગામમાં 16.14 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ, બનાસકાંઠાના ભાભરમાં 12.91 ઇંચ, વાવમાં 12.56 ઇંચ, રાપરમાં 12.48 ઇંચ, થરાદમાં 11.73 ઇંચ, સાંતલપુરમાં 7.56 ઇંચ વરસાદ, રાધનપુરમાં 7.17 ઇંચ, દિયોદરમાં 6.69 ઇંચ, માળિયામાં 4.57 ઇંચ, વાલોદમાં 4.41 ઇંચ, દેહગામમાં 4.33 ઇંચ, કપરાડામાં 4.13 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે 53 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આજે આંગણવાડી, સ્કૂલ, કોલેજોને બંધ રાખવા તંત્રની સૂચના છે. જિલ્લામાં આજે રેડ એલર્ટને લઈને લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સૂઈ ગામમાં ભારે વરસાદને લઈ નડાબેટનું રણ દરિયો બન્યું છે. બીજી બાજુ, કચ્છમાં આજે શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદની આગાહીના પગલે નિર્ણય લેવાયો છે. આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રહેશે. કચ્છ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય 10 જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યને છેલ્લા ચાર દિવસી ધમરોળતા મેઘ રાજાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ ગઇકાલે 222 તાલુકાઓમાં 0॥થી 16॥ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઇગામ, ભાભર અને વાવમાં પાણી પાણી કરી દીધુ હતું. ગઇકાલેના વરસાદના પગલે અનેક જળાશયોમાં નવા નીરની ભરપૂર માત્રમાં આવક જોવા મળી છે. તેવી જ રીતે રાજ્યના હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ રસ્તાઓ ધોવાઇ જતા વાહન વ્યવહારને માઠી અસર પણ પહોંચી છે. અનેક ગ્રામ્ય વિસ્તર અંધાર પટ છવાતા વીજતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વીજપૂરવઠો પૂન: સ્થાપીત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભારદવામાં ઉભા પાકને પાણીની જરૂરીયાત હોવાથી ગઇકાલના વરસાદે જીવન દાન આપવાની સાથોસાથ અનેક ખેતરોને જળબંબાકાર કરી દેતા અનેક ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇકાલે હવામાન વિભાગ દ્વારા હજૂ પણ વરસાદની આગાહી હોય આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શકયતા જોવાઇ રહી છે. અને તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં રેસ્કયું સહિતની કાર્યવાહી માટે એનડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે.
કયાં કેટલો વરસાદ?
તાલુકો ઇંચ
સુઇગામ 16.4
ભાભર 13.1
વાવ 12.7
રાપટ 12.6
થરાદ 12
સાંતલપુર 7.8
રાધનપુર 7.28
દિયોદર 6.8
માળીયા 4.6
વાલોદ(તાપી) 4.4
દેહગામ 4.4
કપરાડા 4.1
ધરમપુર 3.8
ગાંધીધામ 3.8
ખેરગામ (નવસારી) 3.7
ડોલવાણ 3.6
મોરબી 3.5