ધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ
01:13 PM Nov 13, 2025 IST
|
admin
Advertisement
Advertisement
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જે પૈકી રૂૂપિયા 86,05,450 ની કિંમત માં 11,039 નંગ દારૂૂ અને બિયરની બાટલીના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
ધ્રોલના પ્રાંત અધિકારીની હાજરીમાં જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, ધ્રોળના પી.આઇ. એચ. વી. રાઠોડ, નશાબંધી શાખાના અધિકારી એસ.વી વાળા તથા પોલીસ ટીમ દ્વારા મોડી સાંજે ક્ધયા છાત્રાલય પાછળના વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જગ્યામાં ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો જથ્થો પાથરવામાં આવ્યો હતો, અને તેના ઉપર બુલડોઝર ફેરવી દઈ તમામ જથ્થાનો નાશ કરી દેવાયો હતો.
Next Article
Advertisement