પેપર નબળું જતા એન્જિીનિયરિંગના છાત્રનો ફાંસો ખાઇ આપઘાત
મૃતક રાજકોટની આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો હતો, માતા-પિતા સ્વામિનારાયણની સભામાંથી ઘરે આવ્યા તો પુત્ર લટકતો મળ્યો
વિધાર્થીઓ દ્વારા પરીક્ષામા પેપર નબળુ જાય કે પરીક્ષામા નાપાસ થવાનાં કારણે અમુકવાર વિધાર્થીઓ હતાશ થઇ આત્મઘાતી પગલુ ભરી લેતા હોવાનાં બનાવ ઘણીવાર સામે આવે છે ત્યારે આજે વધુ એક ઘટના રાજકોટ શહેરમા બની છે. રાજકોટ શહેરનાં માલવીયા નગર પોલીસ મથકનાં વિસ્તારમા આવતી સવાશ્રય સોસાયટીમા રહેતા અને કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજમા મિકેનીકલ એન્જીનીયરનો અભ્યાસ કરતા આશાસ્પદ વિધાર્થીએ પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પટેલ પરીવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટના અંગે પોલીસની પ્રાથમીક તપાસમા અને પરીવારજનોની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે હાલ મૃતક વિધાર્થીની પરીક્ષા ચાલુ હોય અને તેમનુ પેપર નબળુ જતા તે હતાશ થઇ ગયો હતો અને ગઇકાલે રાત્રે માતા-પિતા સતસંગમા ગયા બાદ તેમણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
વધુ વિગતો મુજબ સવાશ્રય સોસાયટી શેરી નં પ મા રહેતા અવિનાશ હરસુખભાઇ મોલીયા (ઉ. વ. ર0 ) નામનાં યુવાને પોતાનાં ઘરે સીડીની ગ્રીલમા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેમનુ ઘટના સ્થળે મૃત્યુ નીપજયુ હતુ. આ અંગે 108 નાં ઇએમટી બાબુભાઇએ અવિનાશને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમા જાણ કરતા પીએસઆઇ એચ કે. રાવલે માલવીયા નગર પોલીસને જાણ કરી હતી . જેથી માલવીયા નગર પોલીસનાં હેડ કોન્સ્ટેબલ એ. વી. ચાવડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર કાગળો કર્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો.
મૃતક અવીનાશ એક બહેનનો એકનો એક ભાઇ હતો. તેમનાં પિતાને ઉધોગનગરમા સબમર્શીબલનુ કારખાનુ છે. તેમનાં પિતા પણ સિવીલ એન્જીનીયર હોય દીકરાને એન્જીનીયર બનાવવા માટે આત્મીય કોલેજમા એડમીશન લેવડાવ્યુ હતુ અને પુત્ર અવિનાશ અભ્યાસમા હોશીયાર હોય જેથી તેમને મિકેનીકલ એન્જીનીયરીંગમા એડમીશન મળ્યુ હતુ અને તેમની પરીક્ષા હાલ ચાલી રહી હતી. ગઇકાલે પરીવારજનો સાથે જમ્યા બાદ માતા-પિતાએ અવિનાશને કહયુ કે સ્વામીનારાયણની સભામા જઇએ છીએ . તુ પણ સાથે આવ. જેથી અવિનાશે કહયુ હતુ કે કે તેમની હાલ પરીક્ષા ચાલી રહી છે અને વાંચવાનુ ઘણુ બધુ છે. ત્યારબાદ તેમનાં માતા-પિતા સતસંગમા જતા રહયા હતા અને પુત્ર અવિનાશ ઘરે હતો. એ સમયે અવિનાશે પગલુ ભરી લીધુ હતુ. જયારે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે પુત્રને લટકતો જોઇ માતા-પિતાએ દેકારો કરી મુકયો હતો જેથી આજુબાજુનાં લોકો તુરંત ત્યા આવી પહોચ્યા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરી હતી.
આ ઘટના અંગે પોલીસની પ્રાથમીક તપાસમા જાણવા મળ્યુ હતુ કે મૃતક અવિનાશ મિકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હોય અને હાલ તેમની પરીક્ષા ચાલુ હતી. તેમનુ પેપર નબળુ જતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. પુત્રનાં આપઘાતથી પરીવાર શોક છવાઇ ગયો છે.