રેલનગરમાં રૂપિયા 24 કરોડની 40000 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણનો સફાયો
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા શરૂૂ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂૂપે, આજે રાજકોટ શહેર પૂર્વના રેલનગર વિસ્તારમાંથી આશરે રૂૂ. 24 કરોડની કિંમતની સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ-11ના રે.સ.નં. 625 પૈકી રેલનગર વિસ્તાર, ટી.પી. 19ના એફ.પી. 29/6 માં આવેલી 40,000 ચોરસ મીટર સરકારી ખરાબાની જમીન પર છેલ્લા ઘણા સમયથી થયેલા ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા. આ દબાણોમાં ગુલાબનું વાવેતર, એક મોટી ઓરડી અને બે નાની ઓરડીઓનું બાંધકામ દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.આ દબાણો દૂર કરવા માટે તારીખ: 02/08/2025ના રોજ દબાણદારોને નોટિસ આપવામાં આવી હતી. જોકે, દબાણદારો દ્વારા દબાણ દૂર ન કરતા આખરે આજે મામલતદાર, રાજકોટ શહેર પૂર્વ એ.એમ. જોષી અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ દબાણ હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.