રાજકોટ જિલ્લામાં બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝવાળા પણ હડતાળમાં જોડાયા
રાજયભરમાં પડતર પ્રશ્ર્નોને લઇને કવોરી ઉદ્યોગ દ્વારા હડતાલ શરૂ કરાઇ છે.બંધ કવોરી લીઝ પુન: શરૂ ન થાય અને ગૌણ ખનિજમાં ઇ.સી. રદ ન કરવામાં આવે ત્યાં સુધી કવોરી ઉદ્યોગ બંધ રાખવા તા.2/10થી શરૂ કરાયેલ હડતાલમાં રાજકોટ જિલ્લા બ્લેક ટ્રેપ કવો. ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન પણ જોડાયું છે અને આ અનગે કલેકટરને આવેદન આપીને યોગ્ય કરાવવા માંગ કરાઇ છે. રાજયના મુખ્યમંત્રી, વન અને પયાર્ર્વરણમંત્રી, સાંસદ, ધારાસભ્ય અને કલેકટરને અપાયેલા આવેદનમાં રા.જી. બ્લેકટ્રેપ કવોરી ઇન્ડ. એસો.ના પ્રમુખ બિપીનભાઇ ઝાલાવડીયા સહીતના કવોરી ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે, તા. 28/09/2024 નાં રોજ ની ગુજરાત બ્લેક સ્ટોન કવો2ી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ની જન2લ મીટીંગ માં ઠરાવ્યા મુજબ આ બંધ થયેલ ગુજરાત ભરની તમામ કવોરી લીઝ ચાલુ ન થાય ત્યાં સુધી તેમનાં સમર્થનમાં અને ગૌણ ખનીજ માં ઈ.સી.26 કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું ગત 2 નિરાકરણ ન આવે ત્યાં સુધી તા. 2/10/2024 થી રાજયભરનાં તમામ ક્વોરી ઉદ્યોગ બંધ કરીને હડતાલ છેડાઇ છે.
ગુજરાતનો કવોરી ઉદ્યોગ રોયલ્ટી ઉપરાંત જી.એસ.ટી. ઈન્કમટેક્ષ ની સ્થાયી આવક સરકારને આપે છે. ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પાયાની જરૂૂરીયાત પુરી કરે છે. રોજગારી તેમજ ટ્રાન્સપોટની મહત્તમ તકો ઉભી કરે છે. પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાં (ઙખઊંઊંઢ)માં નીયમીત યોગદાન છે. જેનાં થકી આગામી સમયમાં કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોની રોજગારીની જવાબદારી સંકળાયેલ ટ્રાન્સપોટ ઉદ્યોગની તથા નાના મોટા અન્ય ઉદ્યોગોની આર્થીક નુકશાન અંગે સરકારની જવાબદારી રહેશે તેવું આવેદનમાં જણાવ્યું છે.