ધ્રોલના સોયલ ટોલનાકા નજીક હોટેલમાં કર્મચારીની આત્મહત્યા
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે આવેલી રાજ મોમાઈ હોટલમાં રહીને વેઈટર તરીકે કામ કરતા કીરીટ રાયસંગભાઈ બારૈયા નામના મૂળ આણંદના રહેવાસી હોટલ બોય, કે જેણે ગઈકાલે હોટલના રૂૂમમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે હોટલના સંચાલક હરપાલસિંહ દશરથસિંહ સોઢાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા બનાવના સ્થળે, અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાન હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો, અને કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણવા માટે પોલીસે હોટલના સંચાલક તથા અન્ય કર્મચારીઓના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું છે.
