ભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાત
ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ દીધો: પરિવાર અને કર્મચારીઓમાં રોષ
ભાવનગરમાં રેલવે કર્મચારીએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના પરા ખાતે કામ કરતા રેલ્વે કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યો. પરા ખાતેના રેલવે કર્મચારીએ આપઘાત કરતાં પરિવાર અને અન્ય રેલવે કામદારો સહિત સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. તમામનો આક્ષેપ છે કે અધિકારીના માનસિક ત્રાસના કારણે રેલવે કર્મચારીએ જીવન ટૂંકાવ્યું હતું.
રેલ્વ કર્મચારીએ આપઘાત કરતાં પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળ પર પંહોચી મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે રેલવે કર્મચારીના આપઘાત મામલે વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ઘણા સમયથી રેલ્વ કર્મચારીને તેના ઉપરી અધિકારી દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. રેલવે કર્મચારી સાથે કામ કરતાં અન્ય કામદારોએ પણ કહ્યું કે અ.ઙ.ઘ દીનાનાથ વર્માના કારણે જ તેમના સહયોગીએ આ અંતિમ પગલું ભર્યું. રેલવે કર્મચારીના આપઘાત કરવાનું સામે આવતા હાલ રેલવે વર્કશોપ ના 850 કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા છે.તમામ કર્મચારીઓએ અ.ઙ.ઘ ને સસ્પેન્ડ કરવાની માંગ પૂર્ણ ના થાય ત્યાં સુધી કામ પર નહીં જાય તેવી ધમકી ઉચ્ચારી છે.
પરા ખાતે આપઘાત કરનાર રેલવે કર્મચારી સિહોરના ઘાંઘળી રોડ પાસે આવેલ ગણેશનગરમાં રહે છે. રેલવે કર્મચારીનું નામ ઘનશ્યામભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. મૃતક રેલ્વે કર્મચારીના પરિવારજનો અને સહ કર્મચારીઓનો આક્ષેપ છે કે મુક કારખાના પ્રબંધક કાર્યાલય (અ.ઙ.ઘ) દીનાનાથ વર્મા દ્વારા છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ અને ધમકી આપવામાં આવતી હતી. અધિકારીના ત્રાસ સહના ના થતા રેલવે કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યો. મૃતકના પરિવાર અને રેલવે વર્કશોપના કામદારોની માગ છે કે અ.ઙ.ઘ દીનાનાથ વર્મા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. અગાઉ પણ અમદાવાદમાં મણીનગર રેલવે ક્રોસિંગ પર લોકોની નજર સામે જ અધિકારીના ત્રાસથી જુનિયર એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.