રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હોળીના પદયાત્રીઓની સેવા માટે આવેલો રાજકોટનો યુવાન મૂર્છિત થતાં પોલીસ તંત્ર દ્વારા તાકીદની સેવા

06:18 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

દ્વારકા જતા પદયાત્રીઓની સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસો થયા અવિરત રીતે પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન કુવાડીયા ગામના પાટીયા પાસે રોડ ઉપર ઘણા પદયાત્રીઓ ઉભા હતા ત્યારે કોઈ કારણોસર એક વ્યક્તિ બેભાન હાલતમાં રોડથી નીચે પડી ગયો હતો.
રાજકોટ-મુંજકાથી ખાસ સેવા કરવા માટે આવેલા જયેશભાઈ જાદવ‌ નામના આ યુવાનના મોઢામાંથી લોહી નીકળતા હોય, જેથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ, ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તથા સાથેના સ્ટાફ દ્વારા સમય સૂચકતા વાપરીને તાત્કાલિક પેટ્રોલિંગની સરકારી બોલેરોમાં જ તેમને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર સામત આંબલીયા તથા ટીમ દ્વારા તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ દર્દીની સંપૂર્ણ સ્પષ્ટ બન્યા હતા. દર્દીઓના સગા હોય પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી, આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ અહીંના ડી.વાઈ.એસ.પી. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી, એ.એસ.આઈ. કાબાભાઈ ચાવડા , મનીષભાઈ દેવમુરારી તથા હેડ કોન્સ. દેવરાભાઈ પંડત દ્વારા હોળી, ધુળેટી પર્વને અનુલક્ષીને અવિરત બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement