For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલમાં ઇમરર્જન્સી લીફટ અધ્ધવચ્ચે અટકી, દર્દી-સગા ફસાયા

04:01 PM Aug 26, 2025 IST | Bhumika
સિવિલમાં ઇમરર્જન્સી લીફટ અધ્ધવચ્ચે અટકી  દર્દી સગા ફસાયા
Oplus_16908288

રાજકોટ સિવિલ હોસ્પિટલ તેની સેવા અને અન્ય ઘટનાઓને લઇને છાશવારે વિવાદમાં આવી રહી છે. ત્યારે જયાં દૈનિક હજારો દર્દી ઉપયોગ કરે છે. તે ઇમરજન્સી વિભાગની લીફટ સોમવારે સાંજે અચાનક અધ્ધવચ્ચે જ બંધ પડી ગઇ હતી.

Advertisement

જેમાં દર્દીઓ અને તેના સગા પણ ફસાયા ગયા હતા. આ ઘટનાની જાણ થતા ત્યાંનો સિક્યોરિટી સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો અને મહામહેનતે લીફટના દરવાજો ખોલી દર્દી અને સગાને બહાર કાઢયા હતા. આ સમયે સ્ટ્રચર પર સૂતેલા દર્દીને બહાર કાઢવા માટે સિક્યોરિટી સ્ટાફને પણ પરસેવો છૂટી ગયો હતો. જોકે, આ બાબતે ઉચ્ચ અધિકારીઓ અજાણ હોવાનું જણાવ્યુ હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. (તસવીર: મુકેશ રાઠોડ)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement