બગસરામાં વીજતંત્રના ધાંધિયા, 8 કલાકનો વીજકાપ
બગસરામાં વીજ કચેરી દ્વારા શહેરમાં ગમે ત્યારે લાઇટો બંધ કરી દેવામાં આવે છે. ગુરુવારે કરેલા વીજકાપ બાદ પણ તેટલામાં સંતોષ નથી થતો હોય તેમ મંગળવાર ના રોજ પણ આઠ આઠ કલાક સુધી લોકોને લાઈટો વગર હેરાન થવાનું રહે છે. બગસરા ના વીજતંત્ર એ જાણે લોકોને હેરાન કરવાનું નક્કી કરેલું હોય તેવું લાગી રહ્યું છે.
મોટા ભાગે રીપેરીંગ ના દિવસો હોય તે સિવાય લાંબા સમય સુધી લાઈટ બંધ રાખવાની હોતી નથી પરંતુ લાઈટ કાપના દિવસે નવ કલાકનો વીજકાપ લોકોએ ભોગવી હોય તેમ છતાં સોમવારના રોજ અચાનક કોઈ પણ જાણ વગર આઠ કલાક વીજળી કાપી નાખવામાં આવે છે. અધિકારીઓની જાણે કોઈ જવાબદારી ન હોય તેવી રીતે કોઈના પર પગલા લેવાની બદલે પ્રજાને હેરાન કરે છે. ગુરૂૂવારના રોજ આખા શહેરને નવ કલાક સુધી બાન માં લઈ વગર વીજળી એ હેરાન કરેલ હોવા છતાં .
મંગળવારે ફરી 8 કલાક સુધી અડધા શહેરને ત્રાહિમામ છોડાવી દીધું હતું. અનેક લોકોના વીજળી વગર કામો અટકી પડ્યા હતા જેમાં અમુક લોકોના લાઈટ કાપ ના કારણે દૂધની આઈટમ જેવી કે આઈસ્ક્રીમ દૂધ શિખંડ ફ્રીજમાં રાખવાની વસ્તુ નાશ થયો છે અને બગડી ગયેલ છે આ ઉપરાંત ડોક્ટરો ને પણ ચાલુ ઓપરેશન એ લાઈટ જવાથી લોકોના જીવના જોખમ થાય છે આ ઉપરાંત નિશાળમાં પણ કોમ્પ્યુટર બંધ રહેવાને કારણે વિદ્યાર્થીઓના ભાવી ઉપર ભારે અસર જોવા મળે છે આવું અનેકવાર ચેમ્બર ઓફ કોમર્સ તથા વેપારી મહામંડળ ની સંસ્થાને બગસરા પીજીવીસીએલના એન્જિનિયર મહિડા ને અનેકવાર રજૂઆત કરી પરંતુ તેને પબ્લિકની હેરાન કરવામાં શું રસ છે અને અનેકવાર આર્થિક ફટકા આપ્યા છે.
આ ઉપરાંત જિલ્લા એક વર્ષ થયા બગસરામાં ધંધા રોજગાર પીજીવીસીએલના લાઈટ ના કારણે ભાંગી પડ્યા છે આવું જ રહ્યું તો બગસરા ના વેપારીઓ બગસરા મૂકી અને સીટી તરફ વળવા મળ્યા છે કારણ કે એક તો બગસરા ખોબા જેવડું ગામ તેમાં કોઈપણ ઉદ્યોગ ન હોવાથી નાના નાના વેપાર કરીને વેપારીઓ પોતાનું પેટિયું રડતા હોય ત્યારે આવી લાઈટની ભેજા મારી ના લીધે બગસરાના ધંધા ડીમ થઈ ગયા છે ધારાસભ્ય જેવી કાકડીયા આ બાબતે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ નહીં લાવે તો ના છૂટકે બગસરામાં વેપારીઓએ ગાંધી ચિંધિયા માર્ગે જવું પડશે બગસરા ના લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો આ બાબતે અનેકવાર સ્થાનિક બગસરા ના એન્જિનિયર અધિકારીને રજૂઆત કરેલ છતાં આખ આડા કાન કરેલ આ બાબતે લોકો દ્વારા વીજ તંત્ર પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.
આપણા સાંસદ ભરતભાઈ સુતરીયા સંસદ ની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ ચૂંટણી જીતી ગયા પછી બગસરામાં ફરકીયા પણ નથી અને બગસરા ના મતદારોને પૂછ્યું પણ નથી એ બગસરામાં કાંઈ પ્રશ્ન તો નથી ને કાંઈ પણ હોય તો મને જણાવશો તેના બદલે તે બગસરા નો રસ્તો પણ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે ફરી ચૂંટણી આવશે ત્યારે દેખાશે . બગસરાના લોકો પણ તેને ત્યારે યાદ કરશે.