For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ પંથકમાંથી રૂા.29.97 કરોડની વીજચોરી પકડાઇ

12:00 PM Feb 28, 2024 IST | Bhumika
ગોંડલ પંથકમાંથી રૂા 29 97 કરોડની વીજચોરી પકડાઇ

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વીજ ચેકિંગ ચાલુ છે અને કાયદાનો ડર ન હોય તેમ બેફામ બનેલા વીજચોરો સામે તંત્ર દ્વારા તવાઈ હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામેલ છે. વીજ ચોરીના દુષણથી પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આજરોજના મળતા અહેવાલો મુજબ પીજીવીસીએલ તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચેકિંગ કરીને વીજ ચોરીઓ પકડી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ગોંડલ તાલુકામાં તા: 26-02-2024 અને તા: 27-02-2024ના રોજ સઘન વીજ ચેકિંગ કરી વીજ ચોરોને રંગેહાથો પકડી લેવામાં આવેલ હતા. એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની કુલ 36 જેટલી વીજચેકિંગની ટુકડીઓ ત્રાટકી હતી. જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 448 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 70 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં એક જ દિવસમાં કુલ રૂૂ. 17.77 લાખ રકમની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે તા: 26-02-2024ના રોજ પણ આવીજ એક ચેકિંગ ડ્રાઈવમાં ગોંડલના ગ્રામ્ય વિસ્તાર સહીત કોટડા અને વાસાવડમાં કુલ 26 જેટલી ટીમો દ્વારા કુલ 520 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા 57 જેટલા વીજજોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિ માલુમ પડેલ હતી. જેમાં કુલ રૂૂ. 12.20 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. આમ, બે દિવસ સતત થયેલી વીજ ચેકિંગ ડ્રાઈવમાં તંત્રને કાબેલેદાદ સફળતા પ્રાપ્ત થયેલ છે તેમજ તેવુ પુરવાર કરેલ છે કે વીજ તંત્ર વીજ ચોરીના દુષણને સમાજમાંથી હટાવવા માટે કટિબદ્ધ છે. એવા તંત્ર દ્વારા પણ કાર્યક્ષમ ઈજનેરોને બિરદાવેલ છે. હવે પકડાયેલ વિજચોરીઓના અંદાજીત દંડનીય આકારણીના બીલો ફટકારવામાં આવશે.

Advertisement

આ અગાઉ પણ વીજ તંત્ર દ્વારા બોટાદ, જામનગર, ભાવનગર, મોરબી જીલ્લાઓ ખાતે વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું. જેમાં પણ માતબર રકમની વીજચોરીઓ પકડી પાડીને વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવેલ હતી. આમ, તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને વીજ લોસ ઘટાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના થકી પીજીવીસીએલ કંપનીને વીજ વિતરણ બાબતમાં અ+ રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા હાસલ કરેલ છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement