શહેરમાં સતત બીજા દિવસે વીજતંત્રના દરોડા
92 વીજજોડાણમાંથી રૂપિયા 41.55 લાખની વધુ વીજચોરી ઝડપાઇ
જામનગર શહેરમાં આજે મંગળવારે સતત બીજા દિવસે પણ વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને 48 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન 92 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને 41.55 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે મંગળવારે સવારે જામનગર શહેરના બેડેશ્વર, ધરારનગર, વામ્બે આવાસ, નીલકમલ સોસાયટી, વાંઝાવાસ, ગુલાબનગર, રવિ પાર્ક એને બેડી સહિતના શહેરના એરીયા તેમજ શંકર ટેકરી જીઆઇડીસી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 48 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરાવવામાં આવી હતી, જેના માટે 15 એસઆરપી ના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા .વીજ વિભાગના નિયમ મુજબ તમામ ગેરકાયદેસર જોડાણો ધરાવતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર દિવસ દરમિયાન કુલ 600 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 92 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂૂપિયા 41.55 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા આજે સવારે પણ ઝરમર વરસાદ દરમિયાન આ ચેકિંગ કરવામાં આવ્યું હતું.