For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધ

03:43 PM Jun 17, 2025 IST | Bhumika
વરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ  381 પોલ ધરાશાયી  765 ફીડર બંધ

ભાવનગર-બોટાદ-અમરેલી- સુરેન્દ્રનગર જિલ્લામાં 380 ગામડામાં અંધારપટ

Advertisement

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. રાજયનાં મોટાભાગના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડયો છે. કેટલીક જગ્યાએ અતીભારે વરસાદથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે અને તારાજી સર્જાઇ છે. દરિયા કિનારાનાં જીલ્લાઓમાં ભારે વરસાદથી અનેક ફિડરો બંધ અને પોલ ધરાશાયી થયા છે. વિજળી ગુલ થઇ છે.

ચોમાસાનાં પ્રારંભે પ્રથમ વરસાદમાં અનેક જગ્યાએ વિજળી ગુલ થઇ છે. જેમાં મોટા ભાગે દરિયા કિનારાનાં જીલ્લાઓ વધુ પ્રભાવીત થયા છે. ભાવનગર જિલ્લા 172, બોટાદમાં 32, અમરેલીમાં 162, સુરેન્દ્રનગર 109 ફિડરો બંધ થતા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અંધારપટ છવાયો હતો. જયારે રાજકોટ રૂરલમાં 70, મોરબીમાં 26, પોરબંદરમાં 25, જુનાગઢમાં 51, જામનગરમાં 74, ભુજમાં 44 ફિડર ભારે વરસાદનાં કારણે બંધ થયા હતા. રાજયભરમાં ભારે વરસાદનાં કારણે અનેક જગ્યાએ વિજપોલ ધરાશાયી થયા હતા. મોટા ભાગે દરિયાઇ વિસ્તારમાં જીલ્લાઓ પ્રભાવીત થયા છે. જેમાં ભાવનગરમાં 128, અમરેલીમાં 136, બોટાદમાન 14, સુરેન્દ્રનગરમાં 24, રાજકોટ રૂરલ 63, જામનગરમાં 7, અંજારમાં 6 મળીને કુલ રાજયભરમાં 381 પલ ધરાશાયી થયા હતા. જેને લીધે વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે વરસાદ ધીમો થતા વીજતંત્રએ મરામતની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement