રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરાવળમાં 14 અસામાજિક તત્ત્વોના વીજ કનેકશન કટ

12:01 PM Mar 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા અસામાજીક તત્વો વિરૂૂધ્ધ અસરકારક કામગીરી સીટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા અસામાજીક તત્વો વિરૂૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે 100 કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાવડાવેલ જે અન્વયે વેરાવળ સીટી પો.સ્ટે. માં આવા ઇસમોની યાદી તૈયાર કરેલ હોય જે અન્વયે જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા તથા વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ની સુચના અન્વયે વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.આર.ગૌસ્વામી તથા પો.સ.ઇ. આર.આર.રાયજાદા તથા પો.સ.ઇ. જી.એન.કાછડ તથા સ્ટાફ અને પી.જી.વી.સી.એલ. સ્ટાફ સાથે મળી વેરાવળ સીટી વિસ્તારમાં અસામાજીક તત્વોની યાદીમાં સોમનાથ ટોકિઝ વિસ્તારમાં રહેતા 14 ઇસમોના રહેણાક મકાને કોમ્બીંગ કરી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમોના રહેણાંક મકાને કોમ્બીંગ કરી રહેણાકના દસ્તાવેજો તથા લાઇટ બીલો વિગેરે માહિતીઓ તપાસી વીજ ચેકિંગ હાથ ધરતા નીચે મુજબ નામ સરનામા વાળા 5 (પાંચ) ઇસમોના રહેણાક મકાનેથી ગેરકાદેસર વિજ જોડાણ મળી આવતા તેઓ વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે જેમાં (1) વસીમ ઉર્ફે ભુરો ગુલાબશાહ શાહમદાર રહે. બાગે રહેમત કોલોની વેરાવળ વાળા વિરૂૂધ્ધ ઇલેકટ્રીસીટી એકટ કલમ 135 વિજ ચોરી નો ગુન્હો દાખલ કરેલ છે. (2) સુફુયાન ઉર્ફે આમીર આરીફભાઇ મલેક રહે. બાગે રહેમત કોલોની વેરાવળ વાળા વિરૂૂધ્ધ ઇલેકટ્રીસીટી એકટ કલમ 135 વિજ ચોરી નો ગુન્હો દાખલ કરેલ છે.(3) મુન્તહા ઉર્ફે અલીયો અલીભાઇ પંજા (રહે. દિવાનીયા કોલોની વેરાવળ વાળા ) વિરૂૂધ્ધ ઇલેકટ્રીસીટી એકટ કલમ 126 રૂૂ.23,000/- નો દંડ કરવામા આવેલ છે. (4) સોહેલ ઉર્ફે ચક્કી મુસ્તાકભાઇ કુરેશી (રહે. અજમેરી કોલોની વેરાવળ વાળા ) વિરૂૂધ્ધ ઇલેકટ્રીસીટી એકટ કલમ 126 રૂૂ.1,00,000/- નો દંડ કરવામા આવેલ છે. (5) જાવીદ ઉર્ફે વાંદરી કારા મહમદ તાજવાણી (રહે. મદિના પાર્ક સોસાયટી વેરાવળ વાળા ) વિરૂૂધ્ધ રૂૂ.35,000/- નુ લાઇટબીલ બાકી હોય જેથી તેમના રહેણાક મકાનનુ મીટર ઉતારી વિજ કનેકશન રદ કરવામા આવેલ છે.

 

 

Tags :
gujaratgujarat newsVeravalVeraval news
Advertisement
Advertisement