જામનગર-કાલાવડના ગ્રામ્ય પંથકમાં વીજચેકિંગ: રૂા.27 લાખની વીજચોરી
જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈકાલે જામનગર તેમજ કાલાવડ તાલુકામાં વીજ ચેકીંગ હાથ ધરાતા રૂૂા.27 લાખ ઉપરાંતની વીજચોરી મળી આવી હતી. પાંચમા દિવસની ચેકીંગ કાર્યવાહીમાં રૂૂા.193.61 લાખની વીજ ચોરી પકડાઈ ગઈ છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજચોરી ડામવા શરૂૂ કરાયેલી ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત ગઈકાલે જામનગર તાલુકા તથા કાલાવડના ગ્રામ્ય પંથકોમાં ચેકીંગ કરાયું હતું.55 ટૂકડીઓ ચેકીંગ માટે ખરેડી, ખંઢેરા, મેડી, જગા, મોટી વાવડી, નિકાવા, બેડીયા તથા નવાગામ સહિતના ગામોમાં પહોંચી હતી. કુલ 557 વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 80 જોડાણમાં ગેરરીતિ જોવા મળતા તેના ધારકોને રૂૂા.27 લાખ 1પ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે. આ ટૂકડીઓની સાથે સ્થાનિક પોલીસના 20 જવાન અને એસઆરપીના 11 જવાન તેમજ ત્રણ વીડિયોગ્રાફર જોડાયા હતા. સોમવારથી શરૂૂ કરાયેલી વીજ ચેકીંગ કાર્યવાહીમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ રૂૂા.193.61 લાખની વીજચોરી ઝડપાઈ છે.