લાલપુરના નાના ખાવડામાં પવનચકકીનું કામ કરતા ઇલેક્ટ્રિશીયનનું વીજ શોકથી મોત
જામનગરનાં લાલપુર નાના ખાવડામા પવન ચકકીનુ કામ કરતા યુવકને 11 કેવીની લાઇનમાથી વીજ લાગ્યો હતો બેભાન હાલતમા ઢળી પડેલા ઇલેકટ્રીશનનુ મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જામનગરનાં લાલપુર નાના ખાવડાનાં પવન ચકકીનુ કામ કરતા દીનેશ ચૈતુભાઇ કોલુ નામનાં 30 વર્ષનાં ઇલેકટ્રીશનને વીજ શોક લાગતા બેભાન હાલતમા ઢળી પડયો હતો . યુવકને બેભાન હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો . જયા તેમનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમીક પુછપરછમા મૃતક દીનેશ કોલુ મુળ ઝારખંડનો વતની અને બે ભાઇ બે બહેનમા મોટો હતો . અને તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. પવન ચકકી બનાવતી સમરસ કંપનીમા ઇલેકટ્રીશન તરીકે ફરજ બજાવતો દીનેશ કોલુ પવન ચકકી ફીટીંગનુ કામ કરતો હતો ત્યારે 11 કેવીની લાઇનમા વીજ શોક લાગતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.