For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્માર્ટ મીટર સહિતના મુદ્દે વીજઇજનેરો લડતના માર્ગે

05:14 PM Aug 26, 2025 IST | Bhumika
સ્માર્ટ મીટર સહિતના મુદ્દે વીજઇજનેરો લડતના માર્ગે

લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા યુનિયન નવા-જૂની કરવાના મૂડમાં

Advertisement

અમદાવાદ ખાતે યોજાયેલ એક બેઠમકમાં GEB એન્જિનિયર્સ અસોશિએશન જે જીયુવીએનએલ અને તેના તાબાની છ સબસીડરી કંપનીઓ જેવી કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો તથા જીએસઇસીએલ કંપનીઓમાં ફરજ બજાવતા 6700 થી વધુ વર્ગ-1 ર તથા સુપર ક્લાસ સુધીના ઈજનેરો સદર અસોશિએશનના સભ્યો છે. તેના હોદેદારો હાજર રહેલ. આ મિટિંગમાં ઈજનેર કેડરના લાંબા સમયથી પડતર પ્રશ્નોને વાચા આપવા માટે સાતેય કંપનીઓના 150થી વધુ આ એસોસિએશનના હોદ્દેદારો CMC મીટિંગમાં ઉપસ્થિત રહેલ.

આ મીટિંગના મુખ્ય મુદ્દાઓમાં DISCOM કંપનીઓમાં કામગીરી બાબતે કોઈ યુનીફોર્મ સ્ટ્રક્ચર ન હોય તેથી એક યા બીજી કંપનીમાં ફરજ બજાવતા અધિકારીઓમાં કામગીરીની સરખામણી કરતાં હોવાથી મેનેજમેંટની આ ભેદભાવભરી નીતિથી એસોસિએશનના સભ્યોમાં વ્યાપક અસંતોષ અને રોષ ઉદ્ભવી રહ્યો છે.
તેમજ પીજીવીસીએલ કંપનીના મેનેજમેંટ દ્વારા જે સ્માર્ટ મીટર લાગવાની કામગીરી પ્રાઇવેટ એજન્સીને આપેલ હોવા છતાં સ્માર્ટ મીટરને સંલગ્ન વધારાની કામગીરી જે તે સબ-ડિવિજનને આપતા જે તે સબ-ડિવિજનના ઈજનેરો ઉપર કામનું ભારણ ખુબ જ વધી ગયું છે સાથે સાથે પીજીવીસીએલ કંપનીના મેનેજમેન્ટ દ્વારા ઇજનેર કેડરોની બદલીઓમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવની હોવાથી મેનેજમેન્ટની આ નીતિનો પણ એસોસિયેશનની મિટિંગમાં હાજર હોદ્દેદારો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવેલ.

Advertisement

આ ઉપરાંત, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ કંપનીના એસોસીએશનના મિટિંગમાં હાજર હોદ્દેદારો દ્વારા અલગ અલગ મુદ્દે મેનેજમેંટ વિરુદ્ધ રોષ વ્યક્ત કરેલ છે જેમાં મુખ્યત્વે ડીજીવીસીએલ કંપનીમાં બેક-ઓફિસનું સ્ટ્રક્ચર જેમાં હયાત સબ-ડિવિજનમાથી સ્ટાફ ઉઠાવીને બનાવવામાં આવ્યું છે જેને લીધે હાલમાં મોટા ભાગના સબ-ડિવિજન ઓફિસ માં 2-જૂનિયર ઈજનેર અને 1-ડેપ્યુટી ઈજનેરને બદલે માત્ર 1- જૂનિયર ઈજનેર સમગ્ર સબ-ડિવિજનનો વહીવટ સંભાળતા હોય સમગ્ર સબ-ડિવિઝનની જવાબદારી તેમના એકલાના શિરે હોવાથી કામગીરીનો ખૂબ જ બોજ વધી ગયેલ છે જેના અનુસંધાને ડીજીવીસીએલ કંપનીના ઈજનેરો દ્વારા મેનેજમેંટ વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ પ્રકારે જ બેક-ઓફિસની જેનો પણ મિટિંગમાં હાજર એમજીવીસીએલ કંપનીના ઈજનેરો દ્વારા વિરોધ દર્શાવેલ. આ ઉપરાંત, DISCOM કંપનીઓમાં ઈજનેરો પાસે રહેલ CUG મોબાઇલમાં ગ્રાહકો દ્વારા 24 કલાક ફોન કોલ સતત ચાલુ રહેવાથી ઈજનેરો ઉપર માનસિક દબાણ વધે છે જેનાથી ઇજનેરો ચિંતાગ્રસ્ત અને બીમારીનો શિકાર થઈ રહ્યા છે. DISCOM કંપનીઓ દ્વારા મેન્ટેનન્સ માટે પૂરતું સ્ટાફ સેટ અપ ન આપેલ હોવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહેલ છે સાથે સાથે અકસ્માતો પણ થવાની સંભાવના વધી છે જે કંપની અને કર્મચારીઓ/ અધિકારીઓના હિતમાં નથી જે બાબતે પણ મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલ અને આગળની ન્યાયિક રણનીતિ ઘડવાનું નક્કી કરવામાં આવેલ.

આ મુદ્દાઓ બાબતે સી.એમ.સી. મિટિંગમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલ તેમજ તમામ હોદ્દેદારોનો અભિપ્રાય જાણ્યા બાદ સદર મુદ્દાઓ બાબતે લાંબા સમયથી એસોસિએશન દ્વારા મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં આવતું નથી જેનાથી ફિલ્ડમાં એસોસિએશનના સભ્યોમાં ખૂબ જ અસંતોષ ફેલાયેલો છે જેને ધ્યાને રાખીને એસોસિએશન દ્વારા આગામી ટૂંક જ સમયમાં ઉપરોક્ત રજૂ કરેલ મુદ્દાઓ બાબતે ઉગ્ર લડત આપી ન્યાય મેળવવાનું નક્કી કરતો ઠરાવ પસાર કરવામાં આવેલ તેમ જીબીયાના ઇ. જનરલ સેક્રેટરી હરેશ વઘાસીયાની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement