For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓકટોબરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી

05:17 PM Jul 02, 2024 IST | Bhumika
ઓકટોબરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી
Advertisement

ઓબીસી અનામતનું જાહેરનામું પ્રસિદ્ધ થઇ જતાં 10%ના બદલે 27% બેઠકો અનામત

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને પંચાયત વિભાગે રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ જનપ્રતિનિધીઓમાં અન્ય પછાત વર્ગો- ઘઇઈ માટે 27 ટકા બેઠકો અનામત ઠેરવવા માટે નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યુ છે. આ જાહેરાતની સાથે જ ગુજરાતમાં છેલ્લા બે- અઢી વર્ષથી સ્થગિત પાલિકાઓ અને પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. સંભવત: ઓક્ટોબર કે નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. આ માટે બંને વિભાગો અને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ આરંભી છે. જેના કારણે પંચાયતી રાજકરણમાંં ગરમાવો આવ્યો છે.

Advertisement

વર્ષ 2010માં સુપ્રિમ કોર્ટે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ માટે 27 ટકા બેઠકો અનામત રાખવાનો આદેશ કર્યો હતો. દોઢ દાયકામાં લાંબા વિવાદ અને ન્યાયિક સંઘર્ષને અંતે રાજ્ય સરકારે રિટાયર્ડ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષપદે કમિશન રચી તાગ મેળવ્યો હતો. ગતવર્ષે ઓગસ્ટમાં આ કમિશનની ભલામણોનો સ્વીકાર કરીને સરકારે રાજ્યની તમામ પાલિકા- પંચાયતોમાં 10ને બદલે 27 ટકા ઘઇઈ અનામતનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે હવે નોટિફિકેશન પ્રસિધ્ધ થયુ છે. એથી બે- અઢી વર્ષથી જે પાલિકા અને પંચાયતમાં ચૂંટણીઓ યોજાઈ નથી અને જનપ્રતિનિધીઓને બદલે માત્ર અધિકારીઓથી વહિવટનું સંચાલન થઈ રહ્યુ છે ત્યાં આવનારા ત્રણેક મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

શહેરી વિકાસ વિભાગના ટોચના અધિકારીએ સંદેશ સાથેની વાતચીતમાં કહ્યુ કે, જુલાઈને અંતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થાય છે. તે સિવાય વાપી પાલિકાને હવે મહાનગરપાલિકા તરીકે વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે. એથી, આ બંને શહેરો ઉપરાંત જ્યાં ફેબ્રુઆરી- 2023થી સામાન્ય ચૂંટણી સ્થગિત છે તે 80 નગરપાલિકાઓમાં કુલ બેઠકના 27 ટકા બેઠકો ઘઇઈ લેખે બેઠકો જાહેર કરીને તેની ફાળવણી કરવાના આદેશો અપાયા છે. જેમાં ઝુલતો પૂલ તૂટી પડવાને કારણે સુપરસિડ કરવામાં આવેલી મોરબી પાલિકાનો પણ સમાવેશ થાય છે. પાલિકાઓ ઉપરાંત રાજ્યમાં સૌથી મોટા જિલ્લા બનાસકાંઠા અને ખેડા એમ બંનેની જિલ્લા પંચાયતો, તેના તાબા હેઠળની 17 તાલુકા પંચાયતો તેમજ તે સિવાય રાજ્યભરમાં 4,127 ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે યોજાશે.

પાલિકા-મહાપાલિકાઓમાં પણ પેટાચૂંટણી યોજાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક ખાલી છે. તે સિવાય અન્ય મહાનગરમાં બે અને 39 પાલિકાઓની એમ કુલ મળીને શહેરી સંસ્થાઓમાં ખાલી પડેલી 42 તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોની 42 એમ કુલ 84 બેઠકો ઉપર પેટાચૂંટણીઓ યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement