ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

66 નગરપાલિકા, જૂનાગઢ મહાપાલિકા અને 3 તા.પં.ની કાલે ચૂંટણી

01:05 PM Feb 15, 2025 IST | Bhumika
Advertisement

5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ, મંગળવારે મત ગણતરી, વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

Advertisement

ગુજરાતમાં 66 નગર પાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતો તથા જૂનાગઢ મહાનગરપાલિકાની તેમજ કેટલીક પાલિકા-પંચાયતોની પેટાચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. ત્યારે વહિવટીતંત્ર દ્વારા મતદાનની તૈયાીરઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે સાંજથી જાહેર પ્રચાર ભૂંગળા શાંત થતાં આજથી પોલીંગ સ્ટાફને મતદાન મથકો ઉપર ડ્યુટી સોંપી દેવામાં આવી છે. જ્યારે દરેક મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.

આગામી તા. 18ને મંગળવારના રોજ મતગણતરી કરવામાં આવનાર છે. તે પૂર્વ રાજકીય પક્ષોમાં ભારે ઉતેજના જોવા મળી રહી છે.

રાજ્ય ચૂંટણી પંચે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, 66 નગર પાલિકા, ગાંધીનગર, કાથલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યગાળાની ચૂંટણીઓ અને 16-02-2025ના રોજ રાજ્યના સ્વ-શાસનના એકમોની પ્રાસંગિક ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી માટે 21-01-2025ના રોજ શેડ્યૂલ જાહેર કર્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તા.27-01-2025 થી 01-02-2025 સુધીમાં તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજુ થયા હતા જેમાંથી 1261 અમાન્ય અને 5775 માન્ય રહ્યા હતાં તેમાંથી 478 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા છે. કુલ 213 બેઠકો બિનહરીફ છે અને કુલ 5084 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જૂનાગઢ મહાનગર પાલિકાના 15 વોર્ડની કુલ 60 બેઠકો પૈકી વોર્ડ નંબર 3 અને 14 (કુલ 8 બેઠકો) સંપૂર્ણપણે બિનહરીફ છે, જ્યારે બાકીના વોર્ડ (બાવન બેઠકો) પર ચૂંટણી યોજાવાની છે. આ માટે કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે.

66 નગરપાલિકાના 461 વોર્ડની પેટાચૂંટણી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 7 (સામાન્ય), ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3 (સામાન્ય) અને સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 18 (પછાત વર્ગ) એમ ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો માટે કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે. સામાન્ય ચૂંટણીમાં 66 નગરપાલિકાના 461 વોર્ડમાંથી 24 વોર્ડ સંપૂર્ણપણે બિનહરીફ થયા છે. કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ છે જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો મેદાનમાં છે. પંચમહાલની શિવરાજપુર બેઠક બોટાદ અને વાંકાનેર નગર પાલિકાના 18 વોર્ડમાંથી મધ્યસત્ર ચૂંટણીમાં 4 વોર્ડ સંપૂર્ણપણે બિનહરીફ થયા છે. કુલ 72 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ છે જ્યારે 49 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો માટે 101 ઉમેદવારો મેદાનમાં છે.

નગરપાલિકા પેટાચૂંટણી અંતર્ગત 21 બેઠકોમાંથી 2 બેઠકો (મોરબી જિલ્લાની માળીયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં. 2 અને 5) બિનહરીફ છે. 19 બેઠકો પર ચૂંટણી થવાની છે. આ બેઠકો માટે કુલ 45 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયત પેટાચૂંટણી હેઠળની 9 બેઠકોમાંથી 1 બેઠક (પંચમહાલ જિલ્લાનું 29-શિવરાજપુર) બિનહરીફ છે. 8 બેઠકો પર ચૂંટણી થવાની છે. આ બેઠકો માટે 22 ઉમેદવારો મેદાનમાં છે.

ગાંધીનગર, કાથલાલ અને કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 78 બેઠકો માટે 178 ઉમેદવારો મેદાનમાં છે.તાલુકા પંચાયત પેટા ચૂંટણી અંતર્ગત 91 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ થઈ છે. હારીજ તાલુકા પંચાયતની 12-સાંકરા, બગસરા તાલુકા પંચાયતની 16-વાઘણીયાજુના અને બાબરા તાલુકા પંચાયતની 10-કારીઆણાની ઉમેદવારી પત્ર ભરાય તો જે રદ થશે તો ચૂંટણી યોજાશે નહીં. આ સિવાય પેટાચૂંટણી અંતર્ગત 76 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો માટે 190 ઉમેદવારો મેદાનમાં છે. તા. 16-02-2025 ના રોજ સવારે 7.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન યોજાશે.

Tags :
electionsgujaratgujarat newsJunagadh Municipal Corporation Electionsmunicipalities
Advertisement
Next Article
Advertisement