For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર: 19મી ડિસેમ્બરના મતદાન

11:42 AM Sep 15, 2025 IST | Bhumika
રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો ની ચૂંટણી જાહેર  19મી ડિસેમ્બરના મતદાન

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની દર વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. ત્યારે આગામી 2026-27ની ચૂંટણીના પડઘમ વાગ્યા હોય તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તમામ બાર એસો. આગામી 20 નવેમ્બર સુધીમાં મતદારયાદીનું લીસ્ટ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલી આપવાનું રહેશે. ત્યાર બાદ 19મી ડિસેમ્બરના રોજ તમામ બાર એસો.ની ચૂંટણી યોજાશે. તેવો બાર એસો.ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ ના અધ્યક્ષપદ હેઠળ મળેલ મીટીંગમા તા. 19/12/2025 ના રોજ ગુજરાતના 280 બાર એસોશીએશન ની ચુટણી ફરજીયાત યોજવાની નક્કી કરેલ. અને જેમા તા. 15/11/2025 સુધી વન બાર વન વોટસ્ત્રસ્ત્ર હેઠળ બાર એસોશીએશનના સભ્ય બનનાર જે તે બાર એસોશીએશનમા મતદાન કરી શકશે. અને એ બાર એસોશીએશને તા.20/11/2025 સુધીમા મતદારયાદીનુ લીસ્ટ બાર કાઉનિસલ ઓફ ગુજરાત ને મોકલવાનુ રહેશે.

કોઈપણ ધારાશાસ્ત્રી નસ્ત્રવન બાર વન વોટસ્ત્રસ્ત્ર હેઠળ સભ્ય બનવા માંગતો હોય તેમ છતા તેમને બાર એસોશીએશનના સભ્ય ન બનાવે તો તેવા ધારાશાસ્ત્રીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નસ્ત્રવન બાર વન વોટસ્ત્રસ્ત્ર હેઠળનુ ફોર્મ તેમજ બાર એસોશીએશનના સભ્ય બનવાની અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મીટીંગમા 5 સભ્યો ની ઇલેક્શન કમિટી બનાવવામા આવેલ અને કોઇપણ બાર એસોશીએશનમા ચુંટણીમા ગેરરીતી અથવા ચુંટણી પ્રક્રિયા મા ખામી જણાય તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અપીલ કરી શકશે.

Advertisement

વધુમા આજની સભામા સુપ્રિમ કોર્ટમા સ્પેશીયલ સીવીલ એપ્લીકેશન ન.819/2024 મા ગુજરાતના હાઇકોર્ટ બાર એસોશીએશન તેમજ 34 ડીસ્ટ્રિક્ટ બાર એસોશીએશનની આપેલ આદેશ અનુસાર ટ્રેઝરરની પોસ્ટ મહીલા ધારાશાસ્ત્રી માટે રીઝર્વ રાખવાની રહેશે તેમજ એક્ઝીકયુટીવ કમીટીમા 30% મહીલા ધારા શાસ્ત્રીઓને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા અનુસાર પ્રતિનિધીત્વ આપવાનુ રહેશે અને તે મુજબ ઉપરોકત ચુકાદાનું લાગતા-વળગતા બાર એસોશીએશનોએ અક્ષરસહ પાલન કરવાનુ રહેશે. આજની મીટીંગમા જે ધારાશાસ્ત્રીઓએ હજી સુધી બાર Council of India Cretificate and Place of Practice (Verification) Rules, 2015 , 2015 હેઠલના ફોર્મ ભરેલ નથી તેવા તમામ ધારાશાસ્ત્રીઓને 30 દિવસમા વોટસએપ મેસેજ દ્વારા ફોર્મ ભરવા માટે તેમજ તે સાથે તેમના શૈક્ષણિક અભ્યાસની માર્કશીટસ મોકલી આપવા જાણ કરવામાં આવશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન મુકેશ સી. કામદાર, બાર કાઉનિસલ ઓફ ઇડીયા ના સભ્ય દિલીપ કે. પટેલ, એનરોલમેન્ટ કમીટી ના ચેરમેન મનોજ એમ.અનડકટ, ફાઇનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, રુલ્સ કમીટીના ચેરમેન પ્રવીણ ડી.પટેલ. જીએલએચ કમીટીના ચેરમેન ભરત વી.ભગત તથા સભ્યો કિરીટ એ.બારોટ, દીપેન કે.દવે, શંકરસિંહ એસ.ગોહિલ, હિતેશ જે.પટેલ, રમેશચંદ્ર એન.પટેલ, વિજય એચ.પટેલ, કિશોરકુમાર આર. ત્રિવેદી, કરણસિંહ બી વાઘેલા, અનિરૂૂૂધ્ધસિંહ એચ. ઝાલા, પરેશ આર. જાની, રણજીતસિંહ એ.રાઠોડ, ગુલાબખાન એમ. પઠાણ તથા પરેશ એચ.વાઘેલા આજની મીટીંગમાં હાજર રહ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement