For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસો.ની ચૂંટણી જાહેર: 20મી ડિસેમ્બરે મતદાન

03:47 PM Sep 03, 2024 IST | admin
રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસો ની ચૂંટણી જાહેર  20મી ડિસેમ્બરે મતદાન

‘વન બાર વન વોટ’ હેઠળ નોંધાયેલા સભ્યોની મતદાર યાદી મોકલવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સુચના

Advertisement

સમગ્ર દેશમાં હજુ લોકસભાની ચુંટણીના પડઘમ શાંત પડયા નથી ત્યાન ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટ સહીત રાજયના તમામ બાર એસોસીએશનની ચુંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 20 ડિસેમ્બરના રોજ ચુંટણી યોજવા અને 15મી ડિસેમ્બર સુધીમાં વન બાર વન વોટ હેઠળ નોંધાયેલા સભ્યોની યાદી તૈયાર કરી મોકલી આપવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સુચના આપવામાં આવી છે.

રાજકો સહીત રાજયના તમામ બાર એસોશિએસનીમાં શિસ્તબધ્ધ ચુંટણી પ્રક્રિયાઓ યોજવા માટે ‘ગુજરાત બાર એસોશિએસન રૂૂલ્સ, 2015" મુજબ ‘વન બાર વન વોટ’ હેઠળ ચુંટણી યોજવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા. 24/08/2024 ના રોજ મળેલ અસાધારણસભામાં સર્વાનુમતે થયેલા ઠરાવ મુજબ તમામ બાર એસોશિએસનોએ તા. 20/12/2024 ના રોજ ચુંટણી યોજવાની રહેશે. જે અનુસંધાને દરેક બાર એસોશિએસનોએ તા. 15/10/2024 સુધીમાં પીતાના બાર એસોશિએસનમાં ‘વન બાર વન વોટ’ હેઠળ નોંધાયેલા સભ્યોની મતદારયાદી તૈયાર કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે મોકલી આપવાની રહેશે અને દરેક બાર એસોસિએશનીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા નકકી કર્યા મુજબ ચુંટણી યોજવાની રહેશે.

Advertisement

જે બાર એસોશિએસન તા. 15/10/2024 સુધીમાં પોતાના બાર એસોસિએસનની મતદારયાદી મોકલશે નહિ તેવા બાર એસોસિએસનોની ચુંટણી અંગેની કોઈ પણ તકરાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ લાવી શકશે નહિ તેમજ તેવા બાર એસોગિએસન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વાશ મળવાપાત લાભોથી વંચિત રહેશે. કોઈપણ ધારાશાસ્ત્રી એક કરતાં વધુ બાર એસોસિએશનમાં મતદાન કરી શકશે નહિ કે ચુંટણી લડી શકશે નહિ.

તેમજ જો કોઈ ધારાશાસ્તી એક કરતા વધુ જગ્યાએ મતદાન કરતા માલુમ પડરી તો ગુજરાત બાર એસોસિએસન રૂૂલ્સ, 2015" અનુસાર તેમને ત્રણ વર્ષ માટે બાર એસોશિએસનમાંથી બરતરફ કરવામાં આવશે તેમજ એડવોકેટસ એકટ, 1961ની કલમ-35 મુજબ વ્યવસાયિક ગરવર્તણુંક માટે જવાબદાર રહેશે.આપના બાર એસોશિએસનના પ્રમુખ/સેકેટરી તથા શૈદ્દેદારોને બાર એસોશિએસનમાં નોંધાયેલ તમામ સભ્યોને આ બાબતે જાણકારી આપવા આ પત આપના બાર એસોશિએસનના નોટીસ બોર્ડ પર મુકવા તેમજ ચુંટણી પ્રક્રિયા સંદર્ભે જરૂૂરી સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી છે અપીલ અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement