For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ, 110 ઉમેદવારો વચ્ચે જંગ

11:56 AM Feb 08, 2025 IST | Bhumika
ધોરાજીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ  110 ઉમેદવારો વચ્ચે જંગ

ધોરાજી નગરપાલિકા ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ બની ગયું છે અને ભાજપ, કોંગ્રેસ,આપ પક્ષના 110 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ધોરાજી પાલિકા ચૂંટણી માટે કુલ મળીને 135 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં 14 ઉમેદવારોનાં ફોર્મ રદ્દ કરાયા હતા ત્યારે હવે ચૂંટણીમાં 110 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જેમાં ભાજપ -31,અપક્ષ - 5,,કોંગ્રેસ 36, આપ -26, AIMIM -12 કુલ -110 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી અન્વયે ચૂંટણી અધિકારી નાગાર્જુન તરખાલા, પંચાલ સહિતના અધિકારીઓની ટીમે ચૂંટણી કામગીરીનો ધમધમાટ શરૂૂ કરાયો છે.

Advertisement

ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ધોરાજી નાયબ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજનાં માર્ગદર્શન તળે ધોરાજી સીટી પોલીસ મથકનાં પીઆઈ રવી ગોધમ, તાલુકા પોલીસ મથકનાં પીઆઈ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે બંદોબસ્ત ગોઠવણીની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement