સલાયા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની પાંચ માર્ચે ચૂંટણી
સલાયા નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 5 માર્ચના રોજ સલાયા નગર પાલિકામાં સભાખંડમાં 3.30 વાગ્યે પ્રાંત અધિકારી શ્રી ખંભાળિયાની અધ્યક્ષતામાં યોજાશે.આ ચૂંટણીમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ 3.12.24ના જાહેરનામાં મુજબ સલાયા નગર પાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે સ્ત્રી (સોશિયલી એન્ડ એજ્યુકેસન્લી બેકવર્ડ ક્લાસિસ) રહેશે. જેથી સલાયામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે સ્ત્રી (જઊઇઈ) રહેશે.જ્યારે ઉપપ્રમુખ માટે સામાન્ય રીતે ચૂંટણીની કાર્યવાહી કરવામાં આવશે.
સલાયા નગરપાલિકામાં હાલ છેલા ઘણા સમયથી વહીવટદાર શાસન હતું. હવે અહીં નવા મહિલા પ્રમુખ નગર પાલિકાને મળશે. સલાયામાં નગર પાલિકાની ચૂંટણી માં કોંગ્રેસને 15 સીટો મળેલ છે. તેમજ આમ આદમી પાર્ટીને 13 સીટો મળેલ છે. જેથી હાલ કોંગ્રેસના ઉમેદવાર સત્તા સંભાળશે એવું લાગી રહ્યું છે. બાકી તારીખ 5 ના યોજાનાર પ્રથમ સામાન્ય સભામાં જે નિર્ણય થશે એ જોવાનું રહ્યું.આમ હાલ તો પ્રમુખ કોણ થશે એની અનેક ચર્ચાઓ સલાયામાં થઈ રહીં છે. પણ 5 તારીખે બધું સ્પષ્ટ થઈ જસે.