For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપમાં ચૂંટણીના ઢોલ ઢબૂક્યા, ડબલસવારી વાળા ટ્રબલમાં

04:06 PM Dec 04, 2024 IST | Bhumika
ભાજપમાં ચૂંટણીના ઢોલ ઢબૂક્યા  ડબલસવારી વાળા ટ્રબલમાં
Advertisement

વોર્ડ પ્રમુખો માટે શનિ-રવિ શહેર ભાજપ કાર્યાલયે ફોર્મ ભરાશે, તા.9-10 ડિસેમ્બરે નિરીક્ષકો સેન્સ લેશે, 15મી સુધીમાં નવા પ્રમુખો થશે જાહેર

40 વર્ષ સુધીની વય મર્યાદા અને સંગઠનવાળાને ચૂંટણીની ટિકિટ નહીં આપવાના પાર્ટીના નિર્ણયથી અનેક નેતાઓ અવઢવમાં

Advertisement

ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાને લઈ ધમધમાટ શરૂ થયો છે. સભ્યનોંધણી ઝુંબેશ પૂર્ણ થતાં હવે તાલુકા અને વોર્ડ પ્રમુખોની નિમણુંકોની પ્રક્રિયા શરૂ થતાં હોદાઓ માટે લોબીંગ અને દોડધામ શરૂ થઈ ગયેલ છે.

મંડલકક્ષાના પ્રમુખપદ માટે 40 વર્ષની વય મર્યાદા પાર્ટીએ નક્કી કરતા અને સતત બે ટર્મથી પ્રમુખપદે રહેલા હોદેદારોને રિપીટ નહી કરવાનો નિર્ણય કરતા સિનિયરોનો કાંકરો નિકળી જાય તેવી સ્થિતિ સર્જાયેલ છે. પાર્ટીના આ નિર્ણયથી કાર્યકરોમાં અંદર ખાને ઉકળાટ જોવા મળી રહ્યો છે. પરંતુ કોઈ કાંઈ બોલી શકે તેમ નથી.
આ ઉપરાંત સંગઠનમાં હોદા હોય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ટિકિટ નહી આપવાના પાર્ટીના નિર્ણયથી પણ તાલુકા અને વોર્ડ કક્ષાના અનેક કાર્યકર્તાઓ દ્વિધામાં મુકાયા છે. કે, સંગઠનમાં જવુ કે સત્તામાં?
સંગઠનમાં હોદો મળે તેને ટિકિટ નહી આપવાના ભાજપના નિર્ણયથી વોર્ડ-તાલુકા (મંડલ) કક્ષાએ હોદા માટેની હરિફાઈમાં ઘટાડો થયો છે. જે લોકોને ચૂંટણીમાં ટિકિટોની આશા છે તેવા આગેવાનો સંગઠનના હોદાની રેસમાં હટી ગયા છે.

ભાજપે નક્કી કર્યુ છે કે, 40 વર્ષની વય સુધીના લોકો જ મંડલ પ્રમુખપદ માટે દાવો કરી શકશે. જો કે, અમુક કિસ્સામાં 45 વર્ષ સુધી વય મર્યાદા ચલાવી લેવાશે.

આગામી તા. 7 અને 8 ડિસેમ્બર દરમિયાન રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ ભરાશે. દરેક વોર્ડમાંથી વધુમાંવધુ ફોર્મ ભરાવી તંદુરસ્ત સ્પર્ધા માટે પ્રયાસો હાથ ધરાયા છે. ફોર્મ ભરવાની મુદત પુરી થયા બાદ રાજકોટ ભાજપ સંગઠન ચૂંટણીના ઈન્ચાર્જ માયાબેન કોડનાણી, ભાવનગરના મુકેશભાઈ, રાજકોટના કિશોર રાઠોડ એન નરેન્દ્રસિંહ ઠાકુરની ટીમ તા. 9 અને 10 ડિસેમ્બરે વિધાનસભા વિસ્તારોમાં જઈ વોર્ડવાઈઝ હોદા માટે નોંધાયેલ દાવેદારી અંગે સ્થાનિક આગેવાનોની સેન્સ લેશે અને વોર્ડ પ્રમુખ લાયક ઉમેદવાર અંગે નિર્ણય કરી પ્રદેશ ભાજપમાં રિપોર્ટ કરશે.

સંભવત: આગામી તા. 15 ડિસેમ્બર સુધીમાં ભાજપના નવા તાલુકા અને વોર્ડ પ્રમુખોના નામ જાહેર થઈ જશે જ્યારે ત્યારબાદ શહેર-જિલ્લા ભાજપ પ્રમુખો નક્કી કરવાની કવાયત શરૂ કરવામાં આવનાર છે. દેશના સૌથી મોટા રાજકીય પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીમાં દર ત્રણ વર્ષે સંગઠનની ચૂંટણી યોજાય છે. ત્યારે હાલ સમગ્ર રાજયની સાથે રાજકોટ શહેર-જિલ્લામાં પણ સંગઠન પર્વની ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપના વિવિધ મંડળોના પ્રમુખ બનવા માટે ઉમેદવારોએ અત્યારથી જ પોતાના ગોડફાધરને ત્યાં આંટાફેરા શરૂૂ કર્યા છે. અને લોબીંગ શરૂૂ કરી દીધુ છે. મંડળના પ્રમુખ માટેની દાવેદારી કરનાર કાર્યકર 18થી 40 વર્ષની વયનો હોવો જોઈએ, તે વર્તમાન સક્રિય સભ્ય હોવા જોઈએ, સતત બે ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકરો દાવેદારી કરી શકશે નહી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તેમના પરિવારમાંથી પણ કોઈ ફોર્મ ભરી શકશે નહી.

Advertisement
Tags :
Advertisement
Advertisement