For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પંચે BLO સહિતના સ્ટાફનું માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થું બમણું કર્યુ

05:13 PM Dec 01, 2025 IST | Bhumika
ચૂંટણી પંચે blo સહિતના સ્ટાફનું માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થું બમણું કર્યુ

Advertisement

એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન)ની કામગીરી વચ્ચે ચૂંટણીપંચે BLO કર્મચારીઓને ખુશખબર આપી છે. જી હા... લોકશાહીના પાયા સમાન મતદારયાદી સુધારાણા કાર્યક્રમમાં જોડાયેલા ફિલ્ડ અધિકારીઓ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જેનાથી બૂથ લેવલ ઓફિસર્સ (BLO ) સહિતના સ્ટાફના માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસર (BLO )નું માનદ વેતન વાર્ષિક 6,000થી વધારીને 12,000 કરી દીધું છે. આ વધારો 2015 પછી પહેલી વાર કરવામાં આવ્યો છે. આ સાથે, મતદારયાદીમાં સુધારણા કરવા બદલ BLO ને મળતું પ્રોત્સાહન ભથ્થું પણ 1,000થી વધારીને 2,000 કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, BLO સુપરવાઇઝરનું વાર્ષિક માનદ વેતન પણ 12,000થી વધારીને 18,000 કરવામાં આવ્યું છે.
સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં, ચૂંટણી પંચે આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (AERO) અને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (ERO) માટે પ્રથમ વખત માનદ વેતન મંજૂર કર્યું છે. AEROને હવે વાર્ષિક 25,000ની માનદ રકમ મળશે. EROને વાર્ષિક 30,000 ની માનદ રકમ મળશે. અત્યાર સુધી ERO અને AEROને આ કામગીરી માટે કોઈ અલગથી પ્રોત્સાહન કે માનદ રકમ આપવામાં આવતી નહોતી.

ચૂંટણી પંચનું માનવું છે કે આ ફિલ્ડ અધિકારીઓ લોકશાહીની કરોડરજ્જુ સમાન છે અને તેમની મહેનત વિના નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. આ પગલું ફિલ્ડ સ્તરે કામ કરતા કર્મચારીઓનું મનોબળ વધારવા અને મતદારયાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ભરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement