ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોધિકામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

11:57 AM Apr 29, 2025 IST | Bhumika
Advertisement

પડધરીના ખંઢેરીમાં માણાવદરની મહિલાએ ઝેરી પાઉડર પીધો

Advertisement

લોધીકામા કારખાનામા કામ કરતા પ્રૌઢનુ હૃદય રોગનાં હુમલાથી મોત નિપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકામા કારખાનામા કામ કરતા બબનપ્રસાદ રઘુનાથ તુરાહા (ઉ.વ. 4પ) ને હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા તેમનુ મોત નિપજતા શ્રમીક પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમા માણાવદરનાં પાજોદ ગામનાં જોશનાબેન શૈલેષભાઇ કટારીયા નામના 4પ વર્ષનાં પ્રૌઢા પડધરીનાં ખંઢેરી ગામે કંપનીમા હતા. ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી પાવડર પી લીધો હતો. પ્રૌઢાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

----

 

Tags :
deathgujarat newsheart attackLodhikaLodhika news
Advertisement
Next Article
Advertisement