વૃધ્ધ મહિલાએ અજાણતા 60 હજાર કચરા ભેગા ટીપરવાનમાં નાખી દીધા, રકમને પરત કરાઇ
તા.01-11-2025ના રોજ રૈયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે એક પ્રશંસનીય ઘટના બની હતી. વોર્ડ નં.02ના બજરંગવાડી વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ અણજાણતા તેમના આશરે રૂૂ.60,000/- જેટલા રોકડ રૂૂપિયા કચરા સાથે ડોર-ટુ-ડોર કલેક્શન વાહન (GJ 03 BX 6946)માં નાખી દીધા હતા. વિસ્તારના મકાન માલિક અલ્તાફભાઈએ ઘટનાની જાણ થતાં તરત જ રૈયા ટ્રાન્સફર સ્ટેશનનો સંપર્ક કરી માહિતી આપી. સ્ટેશન પર હાજર સ્ટાફએ તાત્કાલિક ટીપરવાન રોકાવી તપાસ હાથ ધરી. તપાસ દરમ્યાન ગાડીમાંથી ઉપરોક્ત રકમ મળી આવી.
માનવતા અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતાં ગાડી ડ્રાઈવર સુખરામ વસુનીયા તથા હેલ્પર ધીરૂૂભાઈ વાણીયાએ રકમ સુરક્ષિત રીતે શોધી કાઢી અને તે પૈસાના હકદાર અલ્તાફભાઈને પરત કર્યા. આ કામગીરી બદલ અલ્તાફભાઈએ ગાડી ડ્રાઈવર સુખરામ વસુનીયા તથા હેલ્પર ધીરૂૂભાઈ વાણીયા, તેમજ હાજર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને તમામને અભિનંદન આપ્યા.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગાડી ડ્રાઈવર સુખરામ તથા હેલ્પર ધીરૂૂભાઈ, તેમજ હાજર સ્ટાફને સર્ટીફીકેટ આપી સન્માનિત કરતા જણાવ્યું હતું કે, રકમના માલિક અલ્તાફભાઈને પૈસા પરત આપતાં ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ઈમાનદારીપૂર્ણ કાર્યની પ્રશંસા કરવામાં આવે છે અને સ્વચ્છતા સેવકોના આવા ઉદાહરણો શહેરના નાગરિકોમાં વિશ્વાસ અને પ્રેરણા જન્માવે છે.
