બાંભણિયાપરામાં પ્રૌઢાનું ભોં ટાકામાં પડી જતાં મોત
04:03 PM Jun 09, 2025 IST | Bhumika
શહેરનાં સામાકાંઠે પેડક રોડ પર બાંભણીયાપરામા માનસીક બિમાર પ્રૌઢા વહેલી સવારે પોતાનાં ઘરમા પાણીનાં ભોં ટાકામા પડી જતા મોત નીપજયુ હતુ.
Advertisement
જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર બાંભણીયાપરામા રહેતા લતાબેન ધીરૂભાઇ ખુંટ (ઉ.વ. પ9) નામનાં પ્રૌઢા આજે વહેલી સવારે પોતાનાં ઘરનાં ફળીયામા આવેલા ભો ટાકામા પડી જતા પાણીમા ડુબી ગયા હતા પરીવારજનોને જાણ થતા તેમને બહાર કાઢી બેભાન હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખસેડાયા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નીપજયુ હતુ. આ અંગે સિવીલ ચોકીનાં સ્ટાફે પ્રાથમીક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમા મૃતક પ્રૌઢાને સંતાનમા એક પુત્ર છે. પતિ રેતી - કપચીનો ધંધો કરે છે. લતાબેનને છેલ્લા દોઢ વર્ષથી માનસીક બિમારી હોવાનુ જાણવા મળ્યુ છે.
Advertisement
Advertisement