સાયલાના ઢાકણિયામાં પ્રૌઢાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
જામનગરના વાલસુરા નેવી બેઈઝ પર રસોઈ બનાવતા યુવકનો હાથ મશીનમાં ફસાઈ જતાં ઈજા
સાયલાના ઢાંકણીયા ગામે રહેતા પ્રોઢાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રોઢાને સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલાના ઢાંકણીયા ગામે રહેતા કૈલાશબા જીતુભા ગઢવી નામના 47 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બીજા બનાવમાં મૂળ રાજસ્થાનના વતની અને હાલ જામનગરમાં વાલસુરા નેવી બેઇઝ પર ફરજ બજાવતા જીતરામ ઓમપ્રકાશ જાટ નામનો 20 વર્ષનો યુવાન રોટલી બનાવતો હતો ત્યારે અકસ્માતે મશીનમાં હાથ ફસાઈ ગયો હતો યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.