રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીડી પીતા દાઝી ગયેલા વૃધ્ધે દમ તોડયો
મોરબીમાં રહેતાં વૃધ્ધને બિમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા વૃધ્ધે હોસ્પિટલના બીછાને બીડી સળગાવતાં અકસ્માતે દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં રહેતાં કાકુભાઈ કરશનભાઈ નામના 65 વર્ષના વૃધ્ધને ટીબીની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
જ્યાં સારવાર મળે તે પહેલા આ વૃધ્ધે હોસ્પિટલના બીછાને બીડી સળગાવી હતી. બીડી પીતી વખતે વૃધ્ધ અકસ્માતે દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.