ભાવનગરમાં લગ્નપ્રસંગે જતા વૃદ્ધને કારચાલકની અડફેટે મોત
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી દેતા મિત્રના પૌત્ર ના લગ્ન પ્રસંગમાં જઈ રહેલ વૃદ્ધને ગંભીર ઈઝા થતા તેનું મોત નીપજયું હતુ. ભાવનગર શહેરના રૂૂપાણી સર્કલ પાસે આવેલ તપોવન ફ્લેટ આતાભાઈ રોડ ખાતે રહેતા અને છૂટક કામકાજ કરતા દિનેશભાઈ ગગજીભાઈ ચુડાસમા (ઉં.વ.68) ગઈકાલે સાંજે તેમના મિત્ર ના પૌત્ર ના લગ્ન પ્રસંગે યોજાયેલ જમણવારમાં ઘોઘા રોડ પર આવેલ ગાયત્રી ફાર્મ હાઉસ ખાતે ગયા હતા ત્યારે ભાવનગર થી ઘોઘા તરફ જઈ રહેલ ઘોઘા રોડ વાડી ભોજન રેસ્ટોર નજીક ફોરવીલ નંબર જીજે 05 ષસ 92 43 ના ચાલકે દિનેશભાઈ ના બાઈક ને અડફેટમાં લેતા તે નીચે પડી જતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ. બનાવવાની જાણ થતા ઘોઘા રોડ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મૃતક દિનેશભાઈ ના પુત્ર સતિષભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.