નવાગામમાં વૃધ્ધને ગાયે ઢીંકે ચડાવતા ઇજા પહોંચી
04:06 PM Jun 05, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરમા રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહયો છે. ત્યારે વધુ એક ઘટનામા નવાગામ વિસ્તારમા ગાયે વૃધ્ધને ઢીકે ચડાવતા વૃધ્ધને ઇંજા પહોંચી હતી. વૃધ્ધને સારવાર માટે ખસેડાયા હતા.
Advertisement
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ નવાગામમા મામાવાડી વિસ્તારમા રહેતા હિરાભાઇ રૂખડભાઇ મેવાડા (ઉ.વ. 90) રાત્રીનાં સમયે પોતાનાં ઘર પાસે હતા. ત્યારે ગાયે સાથડનાં ભાગે ઢીક મારતા વૃધ્ધને ઇજા પહોંચી હતી. વૃધ્ધને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
આ ઉપરાંત બીજા બનાવમા ખોરાણા ગામે રહેતા પુજાબેન મંગાભાઇ સોલંકી નામનાં પ0 વર્ષનાં પ્રૌઢા પોતાનાં ઘરે હતા ત્યારે માનસીક બીમારીમા સપડાયેલા તેમનાં પુત્ર દિનેશ સોલંકીએ ઇટ વડે માર માર્યો હતો. પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement