For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના સાનિધ્ય પાર્કના વૃધ્ધ એક વર્ષથી લાપતા

11:23 AM May 14, 2025 IST | Bhumika
મોરબીના સાનિધ્ય પાર્કના વૃધ્ધ એક વર્ષથી લાપતા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુમશુદા નોંધ અનુસાર ઉંમર 67 વર્ષીય દેવકરણભાઈ ગાંડુભાઈ કૃણપરા, જાતે પટેલ, હાલ રહે સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી, પ્રકૃતિ સોસાયટીની સામે, મહેન્દ્રનગર, મોરબી-2 તથા મૂળ ઈશ્વરનગર, તાલુકો: હળવદ, જિલ્લો: મોરબીના રહેવાસી ગત તા.25/10/2024 ના રોજ સવારના 06:00 વાગ્યાના અરસામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી, પ્રકૃતિ સોસાયટીની સામે, મહેન્દ્રનગર, મોરબી-2 થી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે.

Advertisement

ઘરેથી નીકળતી વખતે શરીરના પાતળા બાંધાના, ઊંચાઈ આશરે સવા પાંચેક ફૂટની છે, જેને શરીરે સફેદ દૂધિયા કલરનો શર્ટ તથા બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે અને ગળામાં સફેદ કલરના દોરાવાળી કંઠી પહેરેલ છે. જેમના વિશે કંઈ પણ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 6357240718 અથવા તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયાના મોબાઈલ નંબર 9714064419 ઉપર સંપર્ક કરવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement