કુવાડવાના જારિયા ગામે વૃદ્ધ પુલ પરથી પટકાયા
જિલ્લા પંચાયતમાં કામ કરતા શ્રમિક પર દિવાલ પડતા ઈજા
કુવાડવાના જારિયા ગામે રહેતા વૃદ્ધ સંધ્યા ટાણે વાડીએથી ઘરે જતા હતા ત્યારે અકસ્માતે પુલ પરથી નિચે પટકાયા હતાં. વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ કુવાડવાના જારિયા ગામે રહેતા ગાંગજીભાઈ કાળુભાઈ ચાવડા ઉ.વ.60 સાંજના સાડાસાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને વાડીએથી ઘરે જતા હતા ત્યારે અકસ્માતે પુલ પરથી નીચે પટકાયા હતાં. વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
બીજા બનાવમાં મુળ રાજસ્થાનના વતની અને હાલ જિલ્લા પંચાયતમાં દિવાલ તોડવાનું કામકરતા રાકેશ જેઠાભાઈ ડામોર ઉ.વ.35 દિવાલ તોડતો હતો ત્યારે અકસ્માતે દિવાલમાથે પડતા ઈજા પહોંચી હતી.
યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.