મોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોત
ધૂળકોટ ગામની સીમમાં પગપાળા ચાલીને જતા 60 વર્ષીય વૃદ્ધનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા ગોરધનભાઈ વીરસિંગભાઈ વાઘેલા (ઉ.વ.60) નામના વૃદ્ધ ગત રાત્રીના આમરણથી ધૂળકોટ વચ્ચે વાડીના છેડે રોડ પર ચાલીને જતા હતા અને અચાનક બેસી ગયા હતા સ્થળ પર જ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
નીલકંઠ સોસાયટીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
સામાકાંઠે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મોરબીના સામાકાંઠે ત્રાજપર નીલકંઠ સોસાયટીમાં રહેતા સુરજ્ભાઈ રાજુભાઈ મેસરીયા (ઉ.વ.25) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
