રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા વૃદ્ધાનું મોત
શહેરમાં કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા વૃધ્ધા પોતાની પુત્રવધુ સાથે વતન દ્વારકા આટો મારવા જવા અને દર્શન કરવા જવા માટે ઘરેથી નીકળી જકશન રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતાં. જ્યાં ટ્રેનમાં ચડવા જતી વખતે પડી જતાં વૃધ્ધાનું મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ હરિદ્વાર સોસાયટી-2 શેરી નં. 5માં રહેતા ગંગાબેન ગોવિંદભાઇ કસારા (ઉ.વ.90) નામના વૃધ્ધ 29મીએ સવારે પુત્રવધૂ જમનાબેન દેવશીભાઈ કંસારા સાથે પોતાના મુળ વતન દ્વારકા આટો મારવા જવા અને દર્શન કરવા જવા માટે ઘરેથી નીકળી જકશન રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતાં. અહિ ટ્રેનમાં ચડવા ગયા ત્યારે ટ્રેન ચાલુ થઇ જતાં બેલેન્સ ગુમાવતાં તેઓ પડી ગયા હતા અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે મૃત્યુ નિપજતાં કંસારા પ્રજાપતિ પરિવારમાં શોક છવાઈ ગયો હતો.ગંગાબેનને સંતાનમાં ચાર પુત્રી અને ત્રણ પુત્ર છે. આ અંગે રેલ્વે પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.