જૂનાગઢમાં લઘુશંકા કરવા જતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યું
જૂનાગઢમાં આવેલા ઇવનગરમાં રહેતા આધેડ મેદરડા બાયપાસ પર લઘુશંકા કરવા જતા હતા. ત્યારે અજાણયા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યા હતા હિટ એન્ડ રનની ઘટનામાં ધવાયેલા આધેડનું મોત નીપજ્તા પરિવાર શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં ઇવનગરમાં રહેતા નરભીભાઇ નાગજીભાઇ કણસાગરા (ઉ.વ.70)બે દિવસ પૂર્વે સવારના અરસામાં મેંદરડા બાયપાસ ઉપર લઘુશંકા કરવા જતા હતા. ત્યારે અજાણયા વાહન ચાલકે હડફુેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેમનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વુદ્ધાને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. વૃદ્ધ જૂના કપડાની ફેરી કરી પરિવારને આર્થિક મદદ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં અમરેલીના મોટા આંકડીયા ગામે રહેતા ઇલાબેન ભાભલુભાઇ વાળા (ઉ.વ.55) સાંજના છ એક વાગ્યાના અરસામા ઘર પાસેથી ચાલીને જતા હતા. ત્યારે આંખલાએ ઢીક મારતા ઇલાબેનને ઇજા પહોંચી હતી. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.