થાનમાં ટ્રેનમાં ચડવા જતા અકસ્માતે પટકાયેલા વૃધ્ધનું મોત
થાનમા રહેતા વૃધ્ધ વાંકાનેર રહેતી પુત્રીનાં ઘરે આટો દેવા જતા હતા. ત્યારે ટ્રેનમા ચડતી વખતે પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ થાનમા રહેતા જગદીશભાઇ પોલાભાઇ વાઘરોડીયા (ઉ. વ. 61) વાંકાનેર રહેતી દીકરી પુજાબેનનાં ઘરે આટો દેવા જતા હતા. ત્યારે થાન રેલવે સ્ટેશન પાસે ટ્રેનમા ચડતી વખતે અકસ્માતે પગ લપસી જતા નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક જગદીશભાઈ વાઘરોળિયા બે ભાઈ એક બહેનમાં નાના હતાં. અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમા વીસાવદરમા રહેતા વિજયભાઇ જસુભાઇ ધાંધલ (ઉ.વ. 3પ ) એ આઠ દિવસ પુર્વે પોતાનાં ઘરે હતા. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને સારવાર માટે જુનાગઢ બાદ રાજકોટ ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયા તેનુ સારવારમા મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.