અવધના ઢાળિયા વીરસાવરકર ટાઉન શીપ પાસે વૃધ્ધનો આપઘાત
04:53 PM Apr 15, 2025 IST | Bhumika
આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લીધું
Advertisement
કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે વિરસાવરકર ટાઉનશીપ પાસે વૃધ્ધે આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમન સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વીરસાવરકર ટાઉનશીપમાં રહેતા ભાવેશભાઇ નવીનભાઇ નથવાણી (ઉ.વ.59) નામના વૃધ્ધ પોતાના ઘરે હતા ત્યારે તેમણે અચાનક એસીડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમનું સારવારમાં મોત નીપજયું હતું. તેમણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધું હતું. આ અંગે એએસઆઇ હિતેશભાઇ જોગડા તપાસ ચલાવી રહ્યા છે.
Advertisement
Advertisement