મૂળીના સખપરમાં વૃદ્ધનો બીમારીથી કંટાળી આપઘાત
રાજકોટમાં સારવાર લેવા આવેલો માણાવદર પંથકનો યુવાન કાકાજી સસરાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા મોત
મુળીના સખપર ગામે રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવી લીધું હતું. વૃદ્ધાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળીના સખપર ગામે રહેતા બાજુબા હઠીસંગ પરમાર નામના 60 વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળી પોતાના ઘરે હતા ત્યારે બપોરના અરસામાં એસિડ પી લીધું હતું. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં સાથે શોકની લાગણી પ્રસરી છે.
બીજા બનાવમાં માણાવદરના મીતડી ગામે રહેતા રાહુલ ભુપતભાઈ ચૌહાણ નામના 32 વર્ષના યુવકને પેટમાં પાણી ભરાતું હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી રજા થતા યુવાન 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા કાકાજી સસરા ધીરુભાઈના ઘરે રોકાયો હતો જ્યાં બીમારી સબબ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
--