કાલાવડના ભાવાભી ખીજડિયા ગામે દવા પી વૃદ્ધનો આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં રહેતા બટુકભાઈ નાનજીભાઈ ચૌહાણ નામના 62 વર્ષના બુઝુર્ગે ગઈકાલે પોતાના ઘેર પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની હંસાબેન બટુકભાઈ ચૌહાણ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બુઝુર્ગ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી થી પીડાતા હતા. જે બીમારી સહન નહીં થતાં આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
ધોલમાં બુઝુર્ગનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં વાછરાડાડા ના મંદિર વાળી શેરીમાં રહેતા હર્ષદરાય ધીરજલાલ વાલેરા નામના 75 વર્ષ ના બુઝુર્ગ, કે જેઓએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર સંદીપ હર્ષદરાય વલેરાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના એ. એસ આઇ. ડી.જે. ગાગીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન બે પુત્રો કે જેઓના લગ્ન થતાં ન હોવાથી પોતે વ્યથિત બન્યા હતા, અને ગુમસુમ રહેતા હતા. દરમિયાન તેઓએ ગઈકાલે આ અંતિમ પગલું ભરી લીધા નું પોલીસ સમક્ષ જાહેર થયું છે.