નવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યા
01:22 PM Feb 04, 2025 IST | Bhumika
Advertisement
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના ભાઈના મૃત્યુ બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.
આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા રમેશભાઈ પરસોત્તમભાઈ મકવાણા નામના 62 વર્ષના બુઝુર્ગ કે જેઓએ આજે સવારે પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 108 ની ટુકડીએ આવીને તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
Advertisement
આ બનાવ અંગે મૃતકની પુત્રી કિંજલબેન રમેશભાઈ મકવાણા એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકના નાનાભાઈ શશીકાંતભાઈ મકવાણા નું આજથી છ મહિના પહેલાં ડાયાબિટીસની બીમારીના કારણે અવસાન થયું હતું, જેનું મનમાં લાગી આવતાં પોતે પણ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
Advertisement