For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓખા વિસ્તારની ખાનગી કંપનીઓ સામે એલાને જંગ

12:18 PM Apr 23, 2025 IST | Bhumika
ઓખા વિસ્તારની ખાનગી કંપનીઓ સામે એલાને જંગ

દરિયો પ્રદૂષિત કરાતો હોવાની ફરિયાદ સાથે થાળી વગાડી વિરોધ પ્રદર્શન, પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું

Advertisement

ઓખા મંડળ તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન, ખેડૂતોના ખેતરો, જળ સ્તર અને દરિયાને બંજર થતા અટકાવવા માટે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મંગળવારે દ્વારકા ખાતે આશ્ચર્જનક કાર્યક્રમ યોજાયો હતો. દેવભૂમિ દ્વારકા તાલુકામાં આવેલી છજઙક (ઘડી) અને ટાટા કેમિકલ મીઠાપુર કંપનીઓના કારણે ઓખા મંડળ તાલુકાને પ્રદૂષણે અજગર ભરડો લીધો હોવાનું જણાવી ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ગઈકાલે મંગળવારે દ્વારકા ખાતે સ્થાનિક પ્રાંત અધિકારીને સવિસ્તૃત લેખીત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ પત્રમાં કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયા મુજબ આ બન્ને કંપનીઓ સ્થાનિક રોજગારી આપવાના નિયમોનો તો છેદ ઉડાડે છે. સાથે સાથે પ્રદુષણના તમામ નિયમો નેવે મૂકી ખેડૂતોની ખેતીની જમીન અને દરિયામાં પ્રદુષણ યુક્ત ઝેરી કેમિકલ કચરો છોડી દરિયાને પણ પ્રદુષિત કરી રહી છે. પ્રાંત અધિકારીને 2022 થી ખેડૂતો સતત લેખિત ફરિયાદ કરી રહ્યા છે તેમ છતાં હજુ સુધી દ્વારા કોઈ જ ન્યાયિક પગલાં લેવામાં આવ્યા ન હોવાનું જણાવી, હજુ સુધી કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું આ પાત્રમાં જણાવાયું છે.

Advertisement

ખાનગી કંપનીઓની આ પ્રકારની કામગીરી સંદર્ભે પ્રાંત અધિકારી દ્વારા ગૂગલ મેપમાં સેટેલાઇટની મદદથી દરિયાનો કલર જોવાથી અંદાજ આવી શકે કે દરિયામાં કેટલું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. આ બન્ને કંપનીઓ દ્વારા દરિયા છોડવામાં આવતા કેમિકલ કચરાના કારણે માછીમાર ભાઈઓની ખેતી પડી ભાંગી છે. ખાનગી કંપનીઓ દ્વારા સ્થાનિક રોજગારીના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાના આક્ષેપો સાથે આ તમામ મુદ્દે અનેક વખત મામલતદાર, પ્રાંત અધિકારી, કલેકટર, એસ.પી. તથા પ્રદુષણ ક્ધટ્રોલ બોર્ડને પણ અનેક લોકોએ અનેક વખત રજુઆત કરી હોવા છતાં નિંભર તંત્રને કોઈ જ અસર થતી નથી. આ સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ આક્ષેપો કરી અને ગઈકાલે મંગળવારે આ વિસ્તારના ખેડૂતોએ દ્વારકાને પ્રાંત કચેરી ખાતે એકઠા થઈ અને અહીં થાળી વગાડી પીપૂડાના અવાજ સાથે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિના નેતા પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ અહીં મોટી સંખ્યામાં સ્થાનિકોએ બેનરો સાથે ઉપર ઉપસ્થિત રહી અને તાત્કાલિક તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement